લોહાણા સિંધી પંચાયતની રાષ્ટ્રીય પ્રમુખપદની ચુંટણીમાં શહેરાના અગ્રણીરૂપચંદ સેવકાણીનો વિજય

મંદસૌર ખાતે યોજાયેલી અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની રાષ્ટ્રીય પ્રમુખપદની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં શહેરાના અગ્રણી રૂપચંદભાઈ સેવકાણીનો ઝળહળતો વિજય થયો હતો. આ વિજય સાથે જ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ શહેરા અને સમગ્ર જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખત શહેરા આગમન પર વતનમાં સિંધી સમાજ અને જ્ઞાતિબંધુઓ દ્વારા તેમનું અત્યંત ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની રાષ્ટ્રીય કારોબારી અને પ્રમુખપદની ચૂંટણી મધ્યપ્રદેશના મંદસૌર ખાતે યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી સિંધી સમાજના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં શહેરાના સામાજીક અને સમાજના સક્રિય અગ્રણી ‚પચંદભાઈ સેવકાણીએ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન અને મતગણતરીના અંતે ‚પચંદભાઈ સેવકાણીનો વિજય જાહેર થતાં જ સમર્થકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો. ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ‚પચંદભાઈ સેવકાણી શહેરા ખાતે પોતાના વતનમાં આવી પહોંચતા જ્ઞાતિજનો દ્વારા તેમનું ભવ્ય અને લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરા ખાતે આયોજીત સ્વાગત સમારંભ દરમિયાન સિંધી સમાજના વડીલો, યુવાનો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રૂપચંદભાઈને ફુલહાર, સાલ ઓઢાડીને તેમજ મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવી વિજયની શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખ રૂપચંદભાઈ સેવકાણીએ સમાજનો આભાર માનતા જણાવ્યું હતું કે, “સમાજે મારા પર જે વિશ્ર્વાસ મૂકીને આ રાષ્ટ્રીય સ્તરની જવાબદારી સોંપી છે, તેને હું પૂરતી નિષ્ઠાથી નિભાવીશ. દેશભરમાં પથરાયેલા લાડી લોહાણા સિંધી સમાજના વિકાસ, શિક્ષણ, સંસ્કૃતિના જતન અને એકતા માટે સતત કાર્યરત રહીશ.”સમાજના વડીલો અને યુવાનોએ ‚પચંદભાઈ સેવકાણીના નેતૃત્વમાં સિંધી સમાજ રાષ્ટ્રીય સ્તરે વધુ સંગઠિત થશે અને પ્રગતિના નવા શિખરો સર કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સમગ્ર સિંધી સમાજમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

મધ્યપ્રદેશ ના મંદસૌર ખાતે યોજાયેલી અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં પંચમહાલ ના શહેરાના જાણીતા સામાજીક અગ્રણી રૂપચંદભાઈ સેવકાણીનો રાષ્ટ્રીય પ્રમુખપદે ઝળહળતો વિજય થયો હતો. વિજય મેળવ્યા બાદ ‚પચંદભાઈ સેવકાણી પોતાના વતનમાં આવી પહોંચતા જ સમગ્ર શહેરા સિંધી સમાજ અને જ્ઞાતિબંધુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સિંધી સમાજના વડીલો, અગ્રણીઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને તેમનું ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવીને અત્યંત ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખે સમાજનો આભાર માનતા રાષ્ટ્રીય સ્તરે સિંધી સમાજના વિકાસ અને સંગઠન માટે કાર્ય કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.