
દિવાળીના તહેવારો શરૂ થતાં કાલોલના સ્થાનિક બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી. ધનતેરસે સોના-ચાંદી, વાસણો, કાપડ અને ઝાડુની ખરીદી થઈ. ઘરાકી વધતાં વેપારીઓએ રાહત અનુભવી.છેલ્લા કેટલાક દિવસથી દિવાળીની ઘરાકી કેવી રહેશે તે અંગે વેપારીઓમાં ચિંતા હતી. ધનતેરસે કાલોલના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડતાં વેપારીઓ ખુશ થયા.
શુભ મુહૂર્તે લોકોએ સોના-ચાંદીના દાગીના, સિક્કા અને વાસણો ખરીદ્યાં. ધાર્મિક માન્યતા મુજબ લક્ષ્મીજીનું પ્રતીક મનાતા ઝાડુની પણ ખરીદી થઈ. કાપડની દુકાનોમાં પણ ગ્રાહકોની અવરજવર જોવા મળી.ખરીદી માટે લોકોની ભીડ થતાં કાલોલના મુખ્ય રસ્તાઓ પર તહેવારની રોનક જોવા મળી. સ્થાનિક વેપારીઓએ બેસતા વર્ષ સુધી વેપાર સારો રહેવાની આશા વ્યક્ત કરી.