હું હંમેશા પોતાના દેશને પોતાનાથી પહેલા રાખું છું,હું મારી બેટિંગથી સંતુષ્ટ છું. હાદક પંડયા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કટકમાં પ્રથમ ટી ૨૦ મેચ રમાઈ હતી. હાદક પંડ્યાની મેદાન પર વાપસી થઈ અને આવતાની સાથે જ તેણે કમાલ કરી દીધો. પંડ્યાએ માત્ર બેટથી જ ધમાલ ન મચાવી, પરંતુ બોલથી પણ પોતાનો જાદુ વિખેર્યો. આ જ કારણોસર તેમને ’પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ મળ્યો. હવે પંડ્યાએ પોતાની વાપસી પર મોટું નિવેદન આપ્યું છે.

મેચમાં ઈજા થવાના કારણે ઘણીવાર ખેલાડીઓને અંદરથી તોડી નાખે છે, પરંતુ જો કમબેક જોરદાર હોય, તો તે પીડાને ભૂલાવી શકાય છે. હાદક પંડ્યાએ આનું સૌથી શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી ૨૦ મેચ દ્વારા હાદકે મેદાન પર વાપસી કરી. એશિયા કપમાં ઈજાગ્રસ્ત થવાને કારણે તે બે મહિના સુધી બહાર રહ્યો. હાદકે પોતાની કમબેક મેચમાં ધમાલ મચાવી અને ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર ’પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીત્યો. વાપસી બાદ પંડ્યા ખૂબ જ ખુશ દેખાતા હતા, પરંતુ તેમની વાતોમાં લાગણી સ્પષ્ટપણે છલકાતી હતી.

’પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીત્યા બાદ હાદક પંડ્યાએ ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન તેમણે પોતાના રિહેબ વિશે વાત કરી અને એ પણ કહ્યું કે તે હંમેશા પોતાના દેશને પોતાનાથી પહેલા રાખે છે. તેમણે કહ્યું, ’હું મારી બેટિંગથી સંતુષ્ટ છું. ફિટનેસની દૃષ્ટિએ છેલ્લા ૬-૭ મહિના કમાલના રહ્યા છે. મેં છેલ્લો કેટલોક સમય દ્ગઝ્રછ (નેશનલ ક્રિકેટ એકેડમી) માં વિતાવ્યો. હું પરિણામથી ખુશ છું. હું ક્યારેય મારા પાત્રને લઈને નારાજ થતો નથી.’

હાદક પંડ્યાએ આગળ કહ્યું, ’એનાથી કોઈ ફરક પડતો નથી કે હાદક પંડ્યા શું ઇચ્છે છે, ફરક એનાથી પડે છે કે ટીમ ઇન્ડિયા શું ઇચ્છે છે. જ્યારે પણ મને તક મળે છે, હું મારું સવર્શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું. ઘણા દિવસો સારા હોય છે અને ઘણા ખરાબ હોય છે, પરંતુ વિચારવાની રીત હંમેશા મારી મદદ કરે છે. મારા કરિયરમાં મેં હંમેશા ટીમ અને દેશને પ્રથમ રાખ્યા છે. મારી આ જ ખાસિયત છે.’