ગોધરા શહેરમાં એઠલીની વાડી પાસેના રહેણાંક મકાનમાં ગેરકાયદે ગૌમાંસના વેચાણ પર પોલીસનો દરોડો, ૪૬ કિલો માંસ સહિત મુદ્દામાલ જપ્ત; પિતા પકડાયો, પુત્ર સહિત બે ફરાર

ગોધરા શહેરના એઠલીની વાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગૌમાંસ લાવી તેનું છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ૪૬ કિલો માંસ સહિત ‚.૧૫,૭૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એફ.એસ.એલ. રિપોર્ટમાં આ માંસ ગૌવંશનું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એઠલીની વાડી, દા‚ સલામ મસ્જિદ પાસે, પાણીની ટાંકી સામે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની રેઇડ દરમિયાન પ્રથમ માળે ગેલેરીમાં બે ઇસમો માંસના જથ્થા સાથે બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસને જોતાં જ એક શખ્સ ધાબા પરથી કૂદીને નાસી છૂટ્યો હતો, જ્યારે બીજા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મહમદ સુલતાન સુલેમાન ભાઇજમાલ હોવાનું જણાવ્યું હતું અને નાસી છૂટેલો શખ્સ તેનો પુત્ર અલીહૈદર મહમદ સુલતાન હોવાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં તેણે જણાવ્યું કે આ માંસનો જથ્થો તેઓએ આદમ મસ્જિદ પાસે રહેતા આસીફ કાસીમ ઝભા પાસેથી મેળવ્યો હતો અને બંને પિતા-પુત્ર ભેગા મળી તેનું છૂટકમાં વેચાણ કરતા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી પંચોની હાજરીમાં આશરે ‚.૯,૨૦૦ ની કિંમતનું ૪૬ કિલો માંસ, માંસ કાપવાનું લાકડાનું ઢીબલું, કુહાડી, છરી, વજનકાંટો અને કાટલું, પ્લાસ્ટિકનું ટબ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ‚.૧૫,૭૭૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.જપ્ત કરાયેલા માંસના જથ્થામાંથી વેટરનરી ડોક્ટર મારફતે સેમ્પલ મેળવી સુરત એફ.એસ.એલ. ખાતે મોકલવામાં આવ્યું હતું. સુરત એફ.એસ.એલ.ના પૃથક્કરણ અહેવાલમાં સદર સેમ્પલ ગૌવંશનું માંસ હોવાનું સાબિત થતાં, પોલીસે ત્રણેય આરોપીઓ વિ‚દ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.આ મામલે પોલીસે ઝડપાયેલા આરોપી મહમદ સુલતાનની ધરપકડ કરી, નાસી છૂટેલા પુત્ર અલીહૈદર તેમજ માંસ સપ્લાય કરનાર આસીફ ઝભાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.