
તા. ૦૩-૦૮-૨૦૨૬ના રોજ ગોધરા ખાતે બામરોલી રોડ પર આવેલ સક્ષમ સ્કિલ સેન્ટર ખાતે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ પૂર્ણ કરનાર ૧૫૦ યુવાનોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.
આ સક્ષમ પ્રોજેક્ટ વર્ટિસ ફાઉન્ડેશન તથા ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (GRICL)ના CSR અંતર્ગત અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો અમલ પીપલ ટ્રી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા તાલીમ દ્વારા પ્રાપ્ત થયેલા કૌશલ્યના આધારે રોજગાર અને સ્વરોજગારની વધુ તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
‘સક્ષમ’ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ યુવાનોને ઉદ્યોગોની જરિયાત મુજબ ગુણવત્તાસભર કૌશલ્ય તાલીમ આપી તેમને રોજગારલક્ષી બનાવવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા ગોધરા અને આસપાસના વિસ્તારોના અનેક યુવાનોને તાલીમ અને રોજગારીની નવી તકો પ્રાપ્ત થઈ રહી છે.