ગોધરામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને રૂ.૨,૬૩,૦૦૦નું ફરિયાદીને વળતર ચૂકવવા નો હુકમ કરતી અદાલત

રોજ બરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વીસવશનીયતામાં લોકોને ભરોશો રહે તે માટે કોર્ટો દ્વારા પણ ચેક રિટર્ન થવાના કેસોમાં ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહેલી છે. ગોધરા કોર્ટ દ્વારા ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે.

વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી ગોધરાના વ‚ણ એક્સપોર્ટ ના માલિક અંકિત મનોજભાઈ લાલવાણી રહેવાસી સાંપા રોડ ગોધરા ની દુકાન થી આરોપી રયજીભાઈ જયસિંહ દંતાણી રહેવાસી અંકલેશ્ર્વર મહાદેવ રોડ ગોધરા નાઓએ ‚પિયા ૨,૬૪,૦૦૦/ ત્રણ લાખ ચોસઠ હજારનું મેદાનો માલ ખરીદ કરેલ હતો અને તે માલની રકમની ચૂકવણી પેટે આરોપીએ ફરિયાદીને પોતાની પ્રાઈમ કો. ઓપરેટિવ બેન્ક ગોધરા શાખાનો રૂપિયા ૨,૬૩,૦૦૦ નો ચેક લખી આપેલ હતો. પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગમાં મોકલતા ચેક પરત ફરેલ તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ . તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા અદાલતે બંને પક્ષકારો તરફે રજૂ થયેલ પુરાવા અને ફરિયાદીના એડવોકેટ પ્રશાંત સામતાણીની દલીલોને ધ્યાનમાં લઈને ગોધરાના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એ આરોપી રાયજીભાઈ દંતાણીને ચેક રિટર્નના ગુનામાં ગુનેગાર ઠરાવીને એક વર્ષની જેલની સજા અને ફરિયાદીને ‚પિયા બે લાખ ૬૩ હજાર વળતર તરીકે ૩૦ દિવસમાં ચૂકવી આપવાનો અને જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ એક મહિના ની સજા ભોગવવી તેવો હુકમ કરેલ છે.