અમદાવાદમાં નીટ પેપર લીક અને શિક્ષણના વ્યાપારીકરણને લઈને કોંગ્રેસની વિરોધ રેલી, અમિત શાહના રાજીનામાની માંગ કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પેપર લીક અને શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ ‘છાત્રોં કી ગુંજ’ હેઠળ એક રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના નહેરુ બ્રિજથી સરદાર બાગ સુધી કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢી હતી અને સરકાર વિરૂધ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હોત.

આ વિરોધ પ્રદર્શન અંગે પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, જેવી રીતે પેપર લીક કરીને યુવાનો પર અત્યાચાર અને અન્યાય કરવામાં આવ્યો, એમના કુટુંબો બરબાદ થયા છે, અને જ્યારે યુવાનો પોતાની માગણી અને રજૂઆત કરે તો એમને જેલ નાખવાનું અને સાથે જેલો ભરવાનું કરવાનો કામ કરવામાં આવ્યું. એમની સામે હ્લઇૈં અને ગોળીઓ ચલાવવાનું કામ થઈ રહ્યું છે, એની સામે એક જબરદસ્ત આંદોલન દિલ્લી અને સમગ્ર દેશમાં શરૂ થયું છે અને સરકારને વિદ્યાર્થીઓના આંદોલનને જાતા પોતાના મંત્રીનું રાજીનામું લેવાની ફરજ પડી.

જાકે ત્યાર બાદ પણ યુવાનોને જેલમાં નાખવાનું ચાલુ રાખ્યું.તેમણે કહ્યું કે, આ મુદ્દે રાહુલ ગાંધીએ વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે એમની સામે પણ દૂરવ્યવહાર અને લાઠી ચાર્જ કરવામાં આવ્યો. એનાથી વિશેષ યુવાનો ઉપર જુલમ કરવામાં આવ્યો. કોણે આવું કરવાનો આદેશ આપ્યો ? ત્યારે અમે વિદ્યાર્થીઓના સમર્થનથી ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગી રહ્યા છીએ. અમારી માંગણી છે કે નીટની પરીક્ષા દરમિયાન પેપર લીક થવાની ઘટનામાં આઘાત પામેલા વિદ્યાર્થીઓ જે અંતિમ પગલું ભર્યું તેવા વિદ્યાર્થીઓના પરિવારને વળતર આપવું જાઈએ.

કોંગ્રેસના ધરણા અને રેલી મંજૂરી અંગે સેક્ટર ૧ જેસીપી નીરજ બડગુર્જરે જણાવ્યું હતું કે, ધરણા અને મંજૂરી આપવામાં આવેલી છે. ટ્રાફિક ના થાય અને કોઈ તકલીફ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ૪૦૦પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.