વલસાડમાં ૨૪ ઇંચ વરસાદ બાદ કોલક નદીના પૂરથી આદિવાસી વિસ્તારોમાં ભારે તબાહી; ઘરો, અનાજ અને દસ્તાવેજો પાણીમાં તણાયા

તારીખ ૨૩ અને ૨૪ જુલાઈના રોજ વલસાડ જિલ્લામાં પડેલા અંદાજે ૨૪ ઇંચ જેટલા અતિભારે વરસાદને પગલે કોલક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના અનેક બ્રિજ ઉપરથી અંદાજે ૧૫ ફૂટ જેટલી ઊંચાઈએ પાણી વહેતું જાવા મળ્યું હતું. નદીના બંને કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં ભારે તબાહી સર્જાઈ હતી. ખાસ કરીને નાનાપોરા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં આવેલા કાચા લીપણવાળા મકાનોને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.કોલક નદી જે ગામોમાંથી પસાર થાય છે તેવા સુખાલા, અંભેટી, ગોઇમા, અંબાચ, પંડોર, વાંકાછ, મોટી તાંબાડી, દેગામ, કરાયા સહિતના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળતાં લોકોનું જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત બની ગયું હતું. અનેક ઘરોમાં કમરથી લઈને છાતી સુધી પાણી ભરાઈ ગયું હતું. પૂરનું પાણી એટલી ઝડપથી ઘરોમાં ઘૂસી આવ્યું કે લોકોને પોતાનો જીવ બચાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નહોતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ મોડી રાત્રિના સમયે અચાનક નદીનું જળસ્તર વધતાં લોકો ઊંઘમાંથી જાગીને ઘર છોડીને સલામત સ્થળે ભાગવા મજબૂર બન્યા હતા. અનેક પરિવારો માત્ર પહેરેલા કપડાં સાથે જ ઘર બહાર નીકળી શક્્યા હતા. ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન, અનાજ, ગાદલા-ગોદડા, કપડાં, વાસણો અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી અથવા કાદવમાં દટાઈ ગઈ હતી.પૂરની સૌથી કરુણ અસર બાળકોના શિક્ષણ પર પણ જાવા મળી છે. અનેક પરિવારોના બાળકોના અભ્યાસક્રમના પુસ્તકો, નોટબુકો અને શૈક્ષણિક સામગ્રી પાણીમાં નાશ પામી છે. આ ઉપરાંત આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકના દસ્તાવેજા અને અન્ય મહત્વના સરકારી કાગળો પણ પૂરના પાણીમાં તણાઈ જતાં પરિવારો માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે.સુખાલા ગામના નદી કિનારાના વિસ્તારમાં આવેલા પાંચથી સાત જેટલા ઘરોમાં પૂરના પાણી ફરી વળતાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. અહીંના પરિવારોની વર્ષોની મહેનતથી વસાવેલી ઘરવખરી ક્ષણોમાં પાણીમાં વહી ગઈ હતી. ઘરમાં સંગ્રહેલું અનાજ, ગાદલા, ગોદડા, રસોડાના વાસણો સહિતનો મોટાભાગનો સામાન ઉપયોગ માટે અયોગ્ય બની ગયો છે.

આદિવાસી વિસ્તારોમાં રહેતા ખેડૂતો માટે સૌથી મોટો આર્થિક ફટકો વર્ષભરના અનાજના નુકસાનના રૂપમાં સામે આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ડાંગર એટલે કે ભાતને પરંપરાગત રીતે ગાયના છાણ અને માટીના લીપણથી તૈયાર કરાયેલી કોઠીઓમાં સંગ્રહ કરીને આખું વર્ષ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ પૂરના પાણી આ કોઠીઓમાં ઘૂસી જતાં સમગ્ર વર્ષ માટે સાચવેલું ડાંગર ભીનું થઈ ગયું છે અને હવે તે ઉપયોગ માટે યોગ્ય રહ્યું નથી.પૂરના પાણીથી ગાયના છાણ અને માટીના લીપણથી બનેલા કાચા ઘરોની દિવાલો પણ ભારે પ્રમાણમાં ધસી પડી છે. અનેક મકાનો રહેવા લાયક રહ્યા નથી. ક્્યાંક આખી દિવાલ તૂટી પડી છે તો ક્્યાંક છત અને દિવાલ વચ્ચે તિરાડો પડતાં મકાનો જાખમી બની ગયા છે.સુખાલા ગામમાં એક એવી મહિલા પણ છે, જે એકલી રહે છે. તેમના કાચા મકાનનો એક ભાગ પૂરના કારણે ધરાશાયી થઈ ગયો છે. હાલ તેમનું ઘર અત્યંત જાખમી બની ગયું છે અને તેઓ ભયના માહોલમાં જીવન પસાર કરવા મજબૂર બન્યા છે. નિઃસહાય મહિલાને મદદ કરવા પણ લોકો આગળ આવી રહ્યા છે. અનેક ઘરોમાં નુકસાની જાવા મળી રહી છે. પૂર ઓસર્યા બાદ ગામોમાં કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય જાવા મળી રહ્યું છે. ઘરોમાં હજુ પણ કીચડના થર જામેલા છે. લોકો પોતાના ઘર અને જીવનને ફરીથી સામાન્ય બનાવવા માટે સતત સફાઈ કરી રહ્યા છે