આંદોલનકારી યુવાનોને મોટી રાહત, ગુજરાત સરકારે કેસો પાછા ખેંચવાનો આદેશ આપ્યો

ગુજરાત સરકારે કોંકરોચ જનતા પાર્ટી આંદોલનને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી ખાતે જંતર મંતર પરના આંદોલનના સમર્થનમાં જાડાયેલા વિદ્યાર્થીઓ કે યુવાનો સામે કોઈ ગુનો કે દંડાત્મક કાર્યવાહી નહીં થાય.

સરકારે આંદોલનમાં નોંધાયેલી એફઆઈઆર થઈ હશે તો પરત લેવાનો પણ આદેશ આપ્યો છે.આંદોલનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ યુવાનો અને અન્ય વ્યક્તિઓ સામેની સામે પોલીસ કાર્યવાહી નહીં થાય. રાજ્ય સરકારે પોલીસને આવા કેસો પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે નીટ પેપર લીકને લઈને વિરોધ કરનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોમવારે કહ્યું, ‘સરકાર પોતાના વચન પર કાયમ છે.

વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ એફઆઇઆર થશે નહીં.’કોકરોચ જનતા પાર્ટી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની મુખ્ય ૩ માંગણીઓ હતી, જે સરકારે સ્વીકારી લીધી હતી. આમાં એક માંગણી એ પણ હતી કે સરકાર વિરોધ પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી કરશે નહીં. આ મામલે હવે ૧૮ ઓગસ્ટે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના જંતર મંતર થયેલા વિદ્યાર્થી આંદોલનમાં સરકારે કેટલાક યુવાનો સામે કેસ કર્યાં હતા જેને હવે પાછા ખેંચવાનો આદેશ આપતાં તેમને રાહત મળી છે.