ગોધરા-અમદાવાદ નેશનલ હાઈવે પર એક્ટિવા ચાલક ખાડામાં પટકાતા મોત

ગોધરા તાલુકાના વાવડી ગામના ૫૫ વર્ષિય પુરૂષનુ ખાડામાં એક્ટિવા પટકાતા બેલેન્સ ખોરવાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે જ મોત નીપજયું હતુ.

ગોધરા-અમદાવાદ હાઈવે રોડ પર ડોકટરના મુવાડા ગામ પાસે એક્ટિવા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગોધરાના તાલુકાના વાવડી ગામના ૫૫ વર્ષિય ગણપતભાઈ ધનાભાઈ પટેલિયા પોતાનુ એક્ટિવા સ્કુટર લઈને પીડીસી બેંક ખાતે સિકયુરિટીની ફરજ બજાવવા જઈ રહ્યા હતા. ત્યારે ડોકટરના મુવાડા પાસે રોડ પરના ખાડામાં તેમનુ એક્ટિવા પટકાતા કાબુ ગુમાવતા તેઓ રોડ પર પટકાયા હતા. જેના કારણે તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયાં તેમનુ સ્થળ પર જ મોત નીપજયું હતુ.આ ધટનાને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો છે. હાઈવે પર ઉબડ ખાબડ ખાડાઓના કારણે વાહનચાલકો પટકાઈને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. પણ હાઈવે ઓથોરિટી માત્ર ટોલટેકસ વસુલવામાંથી જ ઉંચી નથી આવતી. ત્યારે સંબંધિત વિભાગ આ બાબતે યોગ્ય પગલા ભરે તે જરૂરી બન્યુ છે.