પાવીજેતપુર તાલુકાની જીતનગર પ્રા.શાળામાં ધો.-૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનુ સાપ કરડવાથી મોત નીપજયું હતુ. બાળકીના પરિવારને વિદ્યાદિપ યોજના હેઠળ મળવાપાત્ર સહાય માટેના પુરતા દસ્તાવેજ દિકરીના વાલીએ જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીએ છેલ્લા એક વર્ષથી વધુનો સમય વિતી જવા છતાંય સહાયની રકમ મળી નથી.
પાવીજેતપુર તાલુકાના જીતનગર ગામની પ્રા.શાળામાં ધો.-૪માં અભ્યાસ કરતી િ૫્રયાંસીબેન ખતમસિંહ રાજપુતનુ ગત વર્ષે ૨૦ જુલાઈના રોજ સાપ કરડવાથી અવસાન થયુ હતુ. બાળકીના આકસ્મિક અવસાન બાદ સરકારની વિદ્યાદિપ યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય માટે શાળાના આચાર્ય દ્વારા જરી આધાર-પુરાવા સાથે નિયત ફોર્મ જિલ્લા પંચાયત શિક્ષણ કચેરી, છોટાઉદેપુર ખાતે જમાં કરાવવામાં આવ્યુ હોવાનુ જિલ્લા પ્રા.શિક્ષણ સંઘ દ્વારા રજુઆતમાં જણાવ્યુ છે. પરંતુ બાળકીના અવસાનને લાંબો સમય વિતી જવા છતાંય હજુ સુધી સહાયની રકમ મળી નથી. બાળકીના પિતા ખતમસિંહ દ્વારા શિક્ષણ કચેરીમાં સહાય અંગે તપાસ કરવામાં આવતા, કયારેક ગ્રાન્ટ ન આવી હોવાનુ તો કયારેક લોગિન આઈડી બનાવવાનુ બાકી હોવાનુ કારણ જણાવવામાં આવતુ હોવાનુ જણાવવામાં આવે છે. દુ:ખની ધડીમાં પરિવારને સરકારી સહાય મેળવવા માટે કચેરીના ધકકા ખાવા પડે તે બાબતે જિલ્લા પ્રા.શિક્ષક સંઘે ગંભીર ચિંતા વ્યકત કરી છે. સરકારી દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના હિત માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. ત્યારે વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે પાત્ર પરિવારને સમયસર લાભ ન મળે તે મુદ્દે હવે સવાલો ઉઠી રહ્યા છે.