
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા અને આરોગ્યલક્ષી કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે પંચમહાલ જીલ્લા તંત્ર દ્વારા વિશેષ ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર જીલ્લામાં ૩૩ જેટલી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જેથી ફટાકડાથી દાઝવાના બનાવો, માર્ગ અકસ્માતો કે અન્ય તબીબી કટોકટીના સમયે લોકોને સમયસર સારવાર મળી રહે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા ૨૬ જનરક્ષક PCR વાન પેટ્રોલિંગ કરશે દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકોને જરિયાતના સમયે તાત્કાલિક પોલીસ મદદ મળી રહે તે માટે ૨૬ જેટલી ૧૧૨ જનરક્ષક PCR વાન તૈનાત કરવામાં આવી છે. આ વાન જીલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં ત્વરિત મદદ પૂરી પાડશે.
૧૯૬થી વધુ કર્મચારીઓ દિવસ-રાત સેવાઓ આપશે આ સમગ્ર ઇમરજન્સી વ્યવસ્થાના સંચાલન માટે ૧૯૬થી વધુ અનુભવી અને તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ તથા પાયલોટની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ દિવસ-રાત પોતાની સેવાઓ આપશે. દિવાળીના દિવસોમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
ઇમરજન્સીમાં ૧૦૮ અને ૧૧૨ નંબર પર સંપર્ક કરવા અપીલ જીલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાથી દાઝવા, અકસ્માત કે અન્ય કોઈપણ ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો ગભરાયા વગર તાત્કાલિક ૧૦૮ અથવા ૧૧૨ નંબર પર સંપર્ક કરવો. જીલ્લા તંત્ર દ્વારા લોકોને સમયસર મદદ મળી રહે તે માટે તમામ જરી તૈયારીઓ કરવામાં આવી છે.