ગોધરા શહેરમાં લોન હપ્તા મુદ્દે પતિએ પત્ની અને સાસુ પર હુમલો

ગોધરા શહેરમાં લોનના હપ્તા ભરવા બાબતે પતિએ પત્ની અને સાસુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બીજી તરફ, છકડીયા ચોકડી નજીક મેન્ટેનન્સ માટે સોંપાયેલી હાઇવા ટ્રકમાંથી ડીઝલ અને સ્પેરવ્હીલની ચોરી થઈ હતી. આ ઉપરાંત પઢીયાર ગામેથીરૂ.૧.૪૯ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ તમામ બનાવોમાં સંબંધિત પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે.

લોનના હપ્તા ભરવા બાબતે પતિએ પત્ની અને સાસુ પર ચપ્પુથી હુમલો કર્યો ગોધરા શહેરના ગોન્દ્રા સર્કલ પાસે લોનના હપ્તા ભરવા બાબતે પતિ અને પત્ની વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની અને સાસુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં સાસુની હાથની આંગળીઓ પર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.