
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઓટોનોમસ નવજીવન સાયન્સ કોલેજના વિધાર્થી સંઘ દ્વારા કોલેજમાં હાંડી ઉત્સવની ઉજવણીમાં ઉજવણીમાં મટકી ફોડ કા્યક્રમનું આયોજન તા.૧૦-૦૯-૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે દાહોદની સંસ્કૃતિને ઉજાગર કરતી ફિલ્મ કડકનાથના કલાકારો ચેતનભાઈ સોલંકી, વિજયભાઇ ગણાવા, ઉત્સવ સોલંકી, શિવરામ રોઝ અને રાહુલ અમલીયાર આ પ્રસંગે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા. જી.જે.ખરાદી એ પ્રોત્સાહન આપીને આયોજનને બિરદાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમ વિધાર્થી સંઘના પ્રોફેસર ઇન્ચાર્જ ર્ડા. વી.જે.ચૌહાણ અને ધ્રુવી પટેલની આગેવાની હેઠળ થયેલ હતો. કોલેજના સ્ટાફ સભ્યો એ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.