છોટાઉદેપુરના નાના ટોકરી ગામે ટ્રેક્ટર માંથી ચોરાયેલી બેટરી સાથે આરોપીને ઝડપ્યો

છોટાઉદેપુર જીલ્લાની પાનવડ પોલીસે ટ્રેક્ટર બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરાયેલી બેટરી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

નાની ટોકરી ગામમાં એક સોનાલીકા ટ્રેક્ટરમાંથી 8,500 રૂપિયાની બેટરી ચોરાઈ હતી. આ અંગે પાનવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક ઈમ્તીયાઝ શેખના માર્ગદર્શન હેઠળ પોલીસે ટીમો બનાવી તપાસ શ‚ કરી. કરજવાંટ ચોકડી પાસેથી વિમલભાઈ રમેશભાઈ રાઠવા નામના શખ્સને મોટરસાયકલ પર ચોરાયેલી બેટરી સાથે પકડી પાડવામાં આવ્યો.

પોલીસે 8,500 રૂપિયાની ટ્રેક્ટર બેટરી અને ચોરીમાં વપરાયેલું 50,000 રૂપિયાનું હિરો ડિલક્સ મોટરસાયકલ જપ્ત કર્યું છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.