બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ ૧૬૯૬ પોઈન્ટ અને નિફ્ટી ૪૬૧ પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો

સ્થાનિક શેર બજારમાં લાંબા સમય પછી ઉછાળો જાવા મળ્યો. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં બજારો લગભગ ૨ ટકાના વધારા સાથે બંધ થયા. આજે,બીએસઇ સેન્સેક્સ ૧૬૯૫.૪૦ પોઈન્ટ (૨.૩૦%) વધીને ૭૫,૫૨૭.૯૫ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૪૬૧.૩૦ પોઈન્ટ (૧.૯૯%) વધીને ૨૩,૬૨૨.૯૦ પર બંધ થયો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, અમેરિકા અને ઈરાન વચ્ચે સોદાની વધતી આશા સાથે, બજારને વેગ મળ્યો.

શુક્રવારે, બજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ૫૦, ૧ ટકાથી વધુના વધારા સાથે ખુલ્યા. આજે,બીએસઇ સેન્સેક્સ ૭૪,૭૦૯.૨૭ પર ખુલ્યો, ૮૭૬.૭૨ પોઈન્ટ (૧.૧૯%) વધીને. એ જ રીતે, એનએસઇ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ પણ આજે ૨૫૦.૯૫ પોઈન્ટ (૧.૦૮%) વધીને ૨૩,૪૧૨.૫૫ પર ટ્રેડિંગ શરૂ કર્યું.

શુક્રવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૮ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની બે કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. બીજી તરફ, નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી ૩૯ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૧૧ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, બજાજ ફાઇનાન્સના શેર આજે સૌથી વધુ ૫.૬૨ ટકાના વધારા સાથે બંધ થયા. દરમિયાન, અગ્રણી આઇટી કંપની ટેક મહિન્દ્રાના શેર આજે સૌથી વધુ ૨.૨૪ ટકાના ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સનો બીજા શેર જે લાલ નિશાનમાં બંધ થયો તે પાવર ગ્રીડ હતો, જે ૦.૫૮ ટકાના ઘટાડા સાથે બંધ થયો.

સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ન્શ્ ના શેર ૪.૯૪ ટકા, ઇંડિગો ૪.૫૯ ટકા, ટાઇટન ૪.૦૩ ટકા, ઇટરનલ ૩.૮૫ ટકા, બેંક ૩.૭૩ ટકા, એક્સિસ બેંક ૨.૯૨ ટકા, બજાજ ફિનસર્વ ૨.૬૯ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૨.૬૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૫૧ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૩૯ ટકા, ભારતી એરટેલ ૨.૨૭ ટકા, મારુતિ સુઝુકી ૨.૧૨ ટકા અને એશિયન પેઇન્ટ્‌સ ૨.૦૬ ટકાના જંગી વધારા સાથે બંધ થયા.

ટાટા સ્ટીલ અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત આ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા. આ ઉપરાંત, ટાટા સ્ટીલ ૧.૯૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૧.૭૪ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૧.૬૨ ટકા, ટ્રેન્ટ ૧.૫૮ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૪૫ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૪૦ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૩૨ ટકા, ટીસીએસ ૧.૨૩ ટકા, બીઈએલ ૧.૦૪ ટકા, આઈટીસી ૧.૦૧ ટકા, એનટીપીસી ૦.૫૫ ટકા, સન ફાર્મા ૦.૫૩ ટકા, ઈન્ફોસિસ ૦.૨૨ ટકા અને એચસીએલ ટેક ૦.૦૫ ટકાના વધારા સાથે બંધ થયા.