એએમસીના બજેટ સત્રના પ્રથમ દિવસે જ હોબાળો, વી એસ હોસ્પિટલના મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ ૨૦૨૬ ૨૭ ના બજેટ અંગે બજેટ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. છસ્ઝ્રના પહેલા દિવસના આ બજેટ સત્રમાં સ્કૂલ બોર્ડના બજેટ, એમ જી લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વી એસ હોસ્પિટલના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે નારાજગી વ્યક્ત કરી વૉક આઉટ કર્યું હતું. ગોમતીપુરના કોર્પોરેટર કાગળ નાખી સદનમાંથી બહાર જતા રહેતા ભાજપ દ્વારા તેમને બે દિવસ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના બોર્ડમાં વીએસ હોસ્પિટલના બજેટની અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કહૃાું હતું કે, ’ભાજપને વીએસ હોસ્પિટલનું બજેટ મુકવાનો અધિકાર નથી. બજેટ મુકવામાં આવે છે પણ હોસ્પિટલમાં કશું કામ કરવામાં આવ્યું નથી.

આ ઉપરાંત સત્રમાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના બોર્ડમાં ખ્યાતિ કાંડનો મુદ્દો ઉઠ્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા માં કાર્ડ યોજનાની વાત કરવામાં આવી. વિપક્ષે કહૃાું, તમારા શાસનમાં ખ્યાતિ કાંડ જેવા કાંડ થાય છે. લોકોના ખોટા ઑપરેશન કરવામાં આવે છે. હોસ્પિટલમાં લોકોને લૂંટવામાં આવે છે. જરૂર વગર લોકોના ઑપરેશન થાય છે. લોકોને હવે સરકારી યોજનાઓ પર વિશ્ર્વાસ કરતા બીક લાગે છે. વીએસ હોસ્પિટલ હાલ બંધ હાલતમાં છે.

ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યા હતા કે, વી એસ હોસ્પિટલ માં સૌથી વધુ કૌભાંડ થાય છે. રસીદૃ કૌભાંડ , નીરવ એન્ટરપ્રાઈઝ ને બ્લેક લિસ્ટ કરવા જેવા અનેક કૌભાંડ કર્યા છે. ૧૦ વર્ષમાં ૧૦ કૌભાડ થયા છે. ક્લિનિકલ ટ્રાયલ ફજી હોસ્પિટલ થયા. આ ઉપરાંત તેમણે એમ પણ કહૃાું કે, કોંગ્રેસ કોર્પોરેટરને બજેટ બેઠક માં બોલવા દૃેવામાં નથી આવતા. ચર્ચા કરવા ના બદૃલે મેયર ને સત્તાપક્ષ મેદૃાન છોડી ને ભાગી જાય છે.

રાજશ્રી કેસરી વધુ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે ૧૫ થી ૨૦ કરોડની વસુલાતની વાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જોકે હજુ સુધી ડોક્ટરો પાસેથી માત્ર ૩૫ લાખ રૂપિયા જ વસૂલવામાં આવ્યા છે અને આ સિવાય કોઈ ખાસ કામગીરી કરવામાં આવી નથી. શું પૈસા વસૂલી લેવાથી ગુનો માફ થઈ જાય છે? ક્લિનિકલ ટ્રાયલમાં બે વ્યક્તિના મોત થયા છે છતાં તંત્ર ચૂપ છે.

બીજી તરફ, વી એસ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દૃેવાંગ દૃાણીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના લોકો સામે પ્રક્રિયા ચાલુ છે. બે લોકોના મોતની વાત કરવામાં આવે છે પરંતુ તેમાંથી એક વ્યક્તિ જીવિત છે. પાલનપુર ખાતે રહે છે. બીજી વ્યક્તિ જેમના મૃત્યુની વાત કરવામાં આવે છે તેઓ બીમાર હતા તેમનું મૃત્યુ બીમારીને કારણે થયું હતું, ક્લિનિકલ ટ્રાયલ થયું નથી.