
અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં મનીષ સુથાર નામના વ્યક્તિની હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે, આ હત્યા અશ્ર્વિન ઝાલા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. માહિતી અનુસાર આ હત્યા ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ થઈ હોવાનું જાણવા મળ્યું છે.અશ્ર્વિન ઝાલાએએ તેના ચહેરા, ગળા અને છાતીમાં છરીના ઘા ઝીંક્યા હતા જેના કારણે મનિષ સુથારનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના વટવા જીઆઇડીસીમાં ત્રિકમપુરા કેનાલ પાસે બની હતી, જ્યાં અશ્ર્વિન ઝાલાએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ મૃતકની બહેન આરોપી સાથે પ્રેમ સંબંધમાં હતી, અને આરોપીએ છોકરી પર પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું, જેના કારણે આ મુદ્દે વારંવાર ઝઘડા થતા હતા. જેના પછી આરોપી અશ્ર્વિન ઝાલા હત્યા કરી ફરાર થયો હતો. જોકે વટવા ય્ૈંડ્ઢઝ્ર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઘટનાની માહિતી મળતાં, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે. પોલીસે વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. પોલીસે આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.