સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે પ્રેમી યુગલના આપઘાતની રુહ કંપાવતી ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા ખેતરમાં લીમડાના ઝાડ સાથે યુવક અને યુવતીના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આજે સવારે ખેતર માલિક ખેતરે પહોંચ્યા ત્યારે આ દૃશ્ય જાઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
મળતી માહિતી મુજબ, સવારે ખેતર માલિક પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે લીમડાના ઝાડ પર યુવક અને યુવતીના મૃતદેહ લટકતા જાવા મળ્યા હતા. આ અંગે તેમણે પોલીસને જાણ કરતાં વાગડોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જંગરાલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે જરૂરી તપાસ હાથ ધરી હતી. હાલ વાગડોદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં યુવક અને યુવતી બંને ઠાકોર સમાજના હોવાનું સામે આવ્યું છે. યુવક સરસ્વતી તાલુકાના ખોડાણા ગામનો અને યુવતી હેમાણીપુરા ગામની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જાકે, બંનેની ઓળખ અને રહેઠાણ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.પ્રેમી યુગલે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ, બંનેની ઓળખ અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે