
હવામાનની બદલાતી પેટર્ન હવે ઋતુચક્રને પણ પડકારતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નબળાં ચોમાસા બાદ શિયાળાની શરૂઆતમાં દિવાળી બાદ પણ હજુ ઠંડીનો જાઈએ તેવો અહેસાસ થતો નથી. નવેમ્બર મહિનો અડધો વીતી ગયો હોવા છતાં દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે વહેલી પરોઢે જ વાતાવરણમાં હળવી ઠંડક વર્તાય છે. એક જ દિવસમાં બેવડી ઋતુનો અનુભવ કરાવતા આ વિચિત્ર હવામાને લોકોને મૂંઝવણમાં મૂક્્યા છે.
રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યના નોંધાયેલા કેન્દ્રોમાં સૌથી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી રહ્યું હતું. આમ, દિવસ અને રાતના તાપમાન વચ્ચે ૧૪.૨ ડિગ્રીનો તફાવત નોંધાયો છે. બીજી તરફ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૨ અને લઘુત્તમ ૧૯.૬ ડિગ્રી, સુરતમાં ૩૪.૫ અને ૧૯.૬ ડિગ્રી તથા ભુજમાં ૩૫ અને ૨૧.૮ ડિગ્રી તાપમાન નોંધાતાં રાજ્યભરમાં શિયાળાની ઠંડીનો પ્રભાવ હજુ મર્યાદિત રહ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટÙમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવ્યું છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટÙના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન સામાન્યથી ઊંચું રહ્યું છે. દિવસ દરમિયાન તડકાની તીવ્રતા અને ભેજના કારણે ગરમી-ઉકળાટનો અનુભવ થાય છે, જ્યારે રાત્રિના અંતિમ કલાકો અને વહેલી સવારે ઠંડકનો હળવો અહેસાસ થાય છે. કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પણ જાવા મળી રહી છે. હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી પ્રમાણે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે આગામી દિવસોમાં પણ સવાર-રાતની ઠંડકમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે, પરંતુ તાત્કાલિક કડકડતી ઠંડીની શક્યતા દેખાતી નથી.
શહેર/મથક મહત્તમ લઘુત્તમ
રાજકોટ ૩૫.૭ ૨૧.૫
ભુજ ૩૫.૦ ૨૧.૮
અમદાવાદ ૩૪.૨ ૧૯.૬
નલિયા ૩૪.૦ ૨૦.૦
વડોદરા ૩૪.૨ ૧૮.૦
સુરત ૩૪.૫ ૧૯.૬
સુરેન્દ્રનગર ૩૪.૭ ૨૨.૩
ડીસા ૩૪.૩ ૧૯.૪
ગાંધીનગર ૩૩.૨ ૧૮.૫
પોરબંદર ૩૩.૨ ૨૦.૦
વેરાવળ ૩૩.૪ ૨૨.૭
મહુવા ૩૩.૮ ૧૬.૯
કેશોદ ૩૩.૯ ૧૯.૧
કંડલા પોર્ટ ૩૩.૫ ૨૨.૫
ભાવનગર ૩૨.૭ ૧૯.૮
દમણ ૩૨.૮ ૨૦.૪
દીવ ૩૧.૦ ૧૭.૦
દ્વારકા ૩૦.૦ ૨૪.૨