ચોટીલા નજીકથી રૂા.૧૨.૧૮ લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

ચોટીલા: ચોટીલા રાજકોટ હાઇવે ઉપર ભીમગઢ ગામ તરફ જવાના રસ્તે હેડ કોન્સ્ટેબલ ને મળેલ ખાનગી બાતમીનાં આધારે ટાઉન બીટમાંથી પસાર થતા કન્ટેનર ટ્રક માંથી બોગસ બીલ્ટી સાથે ઇંગ્લીશ દારૂ બીયરનાં જથ્થા સાથે કુલ ૧૭.૨૩૦૦૦ નો મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે 

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા ના નજીક એક કન્ટેનર ટ્રકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો જતો હોવાની હકીકત હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઇ ખાચરને મળેલ જેને આધારે પીઆઇ જે. જે. જાડેજા તથા ટીમે વોચ ગોઠવી ભીમગઢ તરફ જવાના રસ્તે બાતમી વાળી ટ્રક ને અટકાવી તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૬૮૦ તેમજ બિયર ટીન નંગ ૫૮૮૦ રૂ. ૧૨,૧૮,૦૦૦ ટ્રક અને મોબાઈલ સાથે મહારાષ્ટ્ર નાં સાંગલી જીલ્લા ના આટપાડી તાલુકાનાં તલેવાડી ઠે. શિંદેબસ્તી ના રહીશ ચાલક હનુમંત દત્તુ શિંદે મરાઠા ને કુલ રૂ. ૧૭,૨૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 

પોલીસે પકડાયેલા શખ્સ તેમજ જથ્થો ભરી આપનાર- રાહુલ કદમ રે. માલીપાડી તા. સાંગલી એક મોબાઇલ નંબર ધારક શખ્સ, દારૂનો જથ્થો મંગાવનાર તથા ગે.કા.રીતે દારૂના જથ્થાના વહન માટે ટ્રક આપનાર ટ્રકનો માલિક તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે 

પકડાયેલ ગે. કા. દારૂના જથ્થા અંગે પ્રાથમિક તપાસમાં પોલીસ સમક્ષ જથ્થો ભરી આપનાર આરોપી રાહુલ કદમ એ ઠગાઇ કરવાના ઇરાદે ખોટી બિલ્ટી બનાવડાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઇ કરવામાં આવી હોવાની હકીકત સામે આવેલ છે અને  દારૂ પ્રતિબંધ ગુજરાતમાં દારૂ ઘુસાડવાની બુટલેગર દ્વારા મોડસ ઓપરેન્ડી અપનાવ્યાનું ખુલેલ છે.