દાહોદ-ઈન્દોૈર હાઈવે પર અજાણ્યા વાહનન ટકકરે રાહદારીનુ મોત

દાહોદ-ઈન્દોૈર હાઈવે પર નીલ પેટ્રોલપંપ સામે અજાણ્યા ફોર વ્હિલના ચાલકે રાહદારીને અડફેટે લેતા ૫૬ વર્ષિય વ્યક્તિનુ મોત નીપજયું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના સહકાર નગર-ગરબાડા રોડ ખાતે રહેતા ૫૬ વર્ષિય અશ્ર્વિનભાઈ છોટાલાલ દેવડા પોતાની દરજીની દુકાને જવા નીકળ્યા હતા. સાંજ સુધી ધરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન રાત્રિના સમયે પરિવારને જાણ થઈ કે, અશ્ર્વિનભાઈનો અકસ્માત થયો છે. પરિવારજનો ધટના સ્થ્ળે પહોંચ્યા ત્યારે તેમનો મૃતદેહ હાઈવેના ડિવાઈડર પર પડેલો હતો. પરિવારજનોએ નીલ પેટ્રોલ પંપ તથા રજવાડી ચા ની હોટલના સીસીટીવી ફુટેજ તપાસતા જાણવા મળ્યુ કે, અશ્ર્વિનભાઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ફોર વ્હિલના ચાલકે વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમને ટકકર મારી હતી. ગંભીર ઈજાઓના કારણે તેમનુ મોત નીપજયું હતુ. આ મામલે મૃતકના ભાઈ કિશોરભાઈ દેવડાએ દાહોદ એ-ડીવીઝન પોલીસમાં અજાણ્યા ફોર વ્હિલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.