અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ, આરોપીની ધરપકડ

યુનાઇટેડ સ્ટેટ્‌સમાં હિન્દુ મંદિર પર હુમલો કરવાનું એક મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. હુમલાનું કાવતરું ઘડનાર વ્યક્તની ધરપકડ કરવામાં આવી છે. તે વ્યક્તિ ઇલિનોઇસમાં એક હિન્દુ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેની પાસેથી એક અત્યાધુનિક રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.અહેવાલો અનુસાર, ઇલિનોઇસના ઓરોરા વિસ્તારમાં એક હિન્દુ મંદિર પર હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસે હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં ૧૯ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી, અને અધિકારીઓએ તેની પાસેથી શ્વેત સર્વોપરીતાવાદી વિચારધારા વ્યક્ત કરતો એક પત્ર જપ્ત કર્યો હતો. આ પત્રમાં ભારતીય મૂળના લોકો સામે હિંસા માટે હાકલ કરવામાં આવી હતી.

નવરાત્રી સાથે હિન્દુ તહેવારોની મોસમ શરૂ થઈ રહી હતી અને ઓહિયોના રિચમંડ હાઇટ્‌સમાં શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિરમાં તોડફોડ થયાના માત્ર બે અઠવાડિયા પછી આ ધરપકડ કરવામાં આવી છે. પાપોરાકિસને બુધવારે રોલિંગ મીડોઝમાં કુક કાઉન્ટી થર્ડ મ્યુનિસિપલ ડિસ્ટ્રક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં એક ન્યાયાધીશે તેને અટકાયતમાં લેવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં આગામી સુનાવણી ૩૦ ઓક્ટોબરના રોજ થવાની છે.

બીજા વ્યક્તિએ સામૂહિક ગોળીબારની યોજના બનાવી રહ્યા હોવાની જાણ કર્યા પછી પોલીસે પેલેટાઇનના આરોપી ટેકો બેલ કેશિયર પાપોરાકિસની તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પાપોરાકિસે રાઇફલ, રાઇફલ મેગેઝિન, બોડી આર્મર અને અન્ય વ્યૂહાત્મક સાધનો અને એસેસરીઝના ફોટા સાથે સામૂહિક ગોળીબાર કરવાની તેની કથિત યોજનાની વિગતો આપતો દસ્તાવેજ શેર કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ રવિવાર, ૧૧ ઓક્ટોબરના રોજ હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. જાકે, તે દિવસે તેણે હુમલો કર્યો ન હતો. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે પાપોરાકિસે રવિવારે વહેલી સવારે એક સહકાર્યકરને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેની બંદૂક જામ થઈ ગઈ છે.

પાપોરાકિસ પર આતંકવાદી ધમકી આપવા અને ૧૬ ઇંચથી નાની બેરલવાળી રાઇફલ સહિત ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો એક-એક આરોપ મૂકવામાં આવ્યો છે. પેલેટાઇન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે તે હ્લમ્ૈં સાથે કામ કરી રહ્યું છે કારણ કે તપાસ હજુ પણ ચાલુ છે.