
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણીના ચોથા મેચમાં, ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને માત્ર ૨૩ બોલમાં શાનદાર ૫૬ રન બનાવ્યા. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં, ટીમ ઈન્ડિયાને જીતવા માટે ૨૪૮ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા, સંજુ સેમસને અભિષેક શર્મા સાથે મળીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી. સંજુ સેમસને તેની ઇનિંગ દરમિયાન ચાર છગ્ગા પણ ફટકાર્યા, જેનાથી ટી ૨૦ આંતરરાષ્ટÙીય મેચોમાં છગ્ગાની સદી પૂર્ણ થઈ અને તે એક ખાસ ક્લબમાં જાડાયો.
સંજુ સેમસનને વિશ્વ ક્રિકેટમાં ટી ૨૦ ફોર્મેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. ૨૦૨૬ સેમસન માટે શાનદાર વર્ષ રહ્યું છે, તે ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૦૦ કે તેથી વધુ છગ્ગા ફટકારનાર માત્ર છઠ્ઠો ભારતીય બન્યો છે. સંજુ સેમસને વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં મેદાનમાં ઉતરતા જ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા, જેમાં તેણે પોતાની ઇનિંગ દરમિયાન છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. સેમસને અત્યાર સુધી ૭૬ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં ૬૮ ઇનિંગમાં ૨૭.૨૮ ની સરેરાશથી ૧૭૧૯ રન બનાવ્યા છે.
ભારત માટે ટી ૨૦ આંતરરાષ્ટÙીય મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ
રોહિત શર્મા – ૨૦૫ છગ્ગા
સૂર્યકુમાર યાદવ – ૧૭૯ છગ્ગા
અભિષેક શર્મા – ૧૪૨ છગ્ગા
હાર્દિક પંડ્યા – ૧૨૬ છગ્ગા
વિરાટ કોહલી – ૧૨૪ છગ્ગા
સંજુ સેમસન – ૧૦૨ છગ્ગા
સંજુ સેમસને વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી ટી ૨૦ મેચમાં માત્ર ૨૦ બોલમાં પોતાનો અડધી સદી પૂરી કરી, જે ટી ૨૦ મેચમાં તેની સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી બની. સેમસને અગાઉ સપ્ટેમ્બરની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામેની ટી ૨૦ શ્રેણીમાં ૨૦ બોલમાં પોતાનો અડધી સદી પૂરી કરી હતી.