
બોડેલીની નર્મદા મેન કેનાલમાં એક યુવાન ડૂબી જતાં લાપતા બન્યો છે. આ યુવાન છોટાઉદેપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં તરવૈયાઓની મદદથી કેનાલમાં યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.બનાવની જાણ ૧૧૨ નંબર પર થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. યુવાનને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કેનાલ આજુબાજુ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ તરવૈયાઓની મદદથી લાપતા યુવાનની શોધખોળ ચાલુ છે.