–નકલી કચેરી, નકલી એન.એરૂ નકલી કર્મચારી, મનરેગા કોૈભાંડ
ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓને ઓપરેશન ગંગાજળ હેઠળ ધરભેગા કરવામાં આવે છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ કેટલાય વિભાગોમાં છડેચોક ભ્રષ્ટાચાર થયો હોવાથી જિલ્લાના પણ કોઈ અધિકારી સામે પગલા ભરવામાં આવે દાખલાપ કાર્યવાહી લેખે લાગે તેમ છે.
દાહોદ જિલ્લો જાણે નકલીનો બ્રાન્ડ એમ્બેસેડર જિલ્લો હોય તેવી ધટનાઓ પ્રકાશમાં આવેલી છે. સોૈથી પહેલા નકલી કચેરી કોૈભાંડનો પર્દાફાશ થયો હતો.જેમાં વર્ગ-૧ ના અધિકારીઓ સહિત કેટલાય સરકારી બાબુઓને જેલ ભેગા કરાયા હતા. ત્યારબાદ નકલી એન.એ.નુ પ્રકરણ સામે આવ્યુ જેમાં કેટલાય સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને જેલની હવા ખવડાવી. આ જ રીતે નકલી કર્મચારીઓ ઉભા કરી સરકારી બેંકમાંથી લોન મેળવવા કોેભાંડનો પર્દાફાશ થયો. જે બધામાં મનરેગા યોજનામાં પુર્વ મંત્રીના સંડોવાયેલા જણાયા. આ મસમોટા કોૈભાંડમાં પણ સરકારી બાબુઓની મિલીભગત સામે આવી. ગુજરાત સરકારે તાજેતરમાં ઓપરેશન ગંગાજળ અમલમાં મુકી ભ્રષ્ટાચારી બાબુઓને ફરજિયાત નિવૃત્ત કરવાની કામગીરી શ કરી છે. ત્યારે આ જિલ્લામાં આટલા બધા કોૈભાંડ છતાં એકેય સરકારી બાબુને ઓપરેશન ગંગાજળ હેઠળ પવિત્ર ન કરાતા લોકોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાયુ છે.