ખેડૂતોને સસ્તી લોનની લાલચ આપી જમીન પડાવી, એસઆઇટીને ૧૩૦ વિઘાના દસ્તાવેજ મળ્યા

ખેડૂતોને ઓછા વ્યાજે લોન અપાવવાની લાલચ આપી તેમની ખેતીની જમીનના દસ્તાવેજા અને સાટાખત કરાવી લેવાના કથિત કૌભાંડની તપાસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસની એસઆઇટીને મોટી સંખ્યામાં જમીન સંબંધિત દસ્તાવેજા મળ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીની તપાસમાં આશરે ૧૩૦ વિઘા જમીન સાથે સંબંધિત દસ્તાવેજાની વિગતો સામે આવી છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત ૪૩.૫૩ કરોડ હોવાનું પોલીસનું કહેવું છે, જ્યારે ખેડૂતોને જમીનના વ્યવહાર પેટે આશરે ૨.૧૫ કરોડ ચૂકવાયા હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે. પડધરી અને ગોંડલ તાલુકા સહિતના વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓની સંયુક્ત તપાસ માટે રચાયેલી એસઆઇટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા પ્રમાણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં જેલમાં રહેલા અલ્પેશ દોંગાની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે અક્ષિત અકબરીની પૂછપરછ દરમિયાન રાજકોટના નાનામૌવા રોડ પર શા†ીનગર-અજમેરા સોસાયટી સામે આવેલા બિઝનેસ ટર્મિનલ એપાર્ટમેન્ટની ચોથા માળની ઓફિસ નં. ૪૦૨માં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અહીંથી જમીન સંબંધિત દસ્તાવેજા અને સાટાખત મળી કુલ આશરે ૧૫૨ દસ્તાવેજાની નકલો મળી આવી હતી. એસઆઇટીએ આ દસ્તાવેજા તપાસના કામે કબજે કર્યા છે. હવે આ દસ્તાવેજા કયા ખેડૂતોની જમીન સાથે સંબંધિત છે, જમીનનો વ્યવહાર કઈ રીતે કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી તેની તપાસ ચાલી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા ‘બાલાજી લોન’, ‘ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ’, ‘શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ’ અને ‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ’ જેવા નામોનો ઉપયોગ કરીને લોન સંબંધિત પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કોલ સેન્ટરોના ટેલિકોલરો સોશિયલ મીડિયા પર પોસ્ટનું બૂÂસ્ટંગ કરીને સંભવિત ગ્રાહકો સુધી પહોંચતા હતા. ખેડૂતોને ઓછા વ્યાજે નાણાં આપવાની ઓફર કરવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ સાટાખતના નામે ખેડૂતોની જમીનના વેચાણ દસ્તાવેજ અન્ય વ્યÂક્તના નામે કરાવી લેવામાં આવતા હોવાના આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરી સાથે સંકળાયેલા લોકો સામે અગાઉ કુલ ૧૨ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત પડધરીમાં એક, ગોંડલ તાલુકામાં એક અને જામનગર જિલ્લાના કાલાવડમાં બે ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એસઆઇટી સમક્ષ અત્યાર સુધીમાં વધુ સાત અરજદારોએ સંપર્ક કરીને રજૂઆત કરી છે. આ અરજીઓ અંગે પણ તપાસ કર્યા બાદ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.તપાસમાં આરોપીઓ દ્વારા ‘ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ’ના નામનો ઉપયોગ કરીને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી ગુડવિલ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ભાવનગર અને સુરતમાં ભગવદ્‌ ગીતા સંબંધિત કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત ૨૦ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓને એકત્રિત કરીને ભગવદ્‌ ગીતા સંબંધિત કાર્યક્રમ યોજવાની યોજના હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતો અને સામાન્ય લોકોને અપીલ કરી છે કે ઉપરોક્ત નામોથી જા કોઈ વ્યÂક્તને લોન માટે ફોન આવ્યો હોય અથવા આરોપીઓ સાથે લોન કે જમીનનો વ્યવહાર કર્યા બાદ છેતરપિંડી થઈ હોવાનું જણાય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા રાજકોટ ગ્રામ્ય સાયબર પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત એસઆઇટીનો સંપર્ક કરવો. પોલીસના જણાવ્યા પ્રમાણે વધુ અરજીઓ અને ફરિયાદો મળવાથી આ સમગ્ર મામલામાં થયેલા કથિત નાણાકીય અને જમીન વ્યવહારોની કડી બહાર લાવવામાં મદદ મળી શકે છે. સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે.