
દાહોદ, તારીખ 30/09/26 ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમાસ), દાહોદ ના B.Sc. , M.Sc. અને Research ના વિધાર્થીઓએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને 2nd આવિષ્કાર દ્વારા આયોજિત એક દિવસીય સેમિનાર “Indian Knowledge System: Its Origin & Relation with Pure & Applied Science.”માં ભાગ લીધો હતો. આ સેમિનારમાં વિધાર્થીઓ દ્વારા પોસ્ટર અને ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. જેમાં
પોસ્ટર પ્રેસન્ટેશનમાં બી. એસ. સી. સેમેસ્ટર ૫ બોટની વિનાગથી દીપિકા ચૌહાણ પ્રથમ સ્થાન, એસ સી. સેમેસ્ટર ૩ ફિઝિક્સ વિનાગથી વૈષ્ણવી ભાટિયા પ્રથમ સ્થાન એમ.એસ. સી. સેમેસ્ટર ૩ કેમેસ્ટ્રીથી પ્રાચી જોશી પ્રથમ સ્થાન,એમ.એસ. સી. સેમેસ્ટર ૧ ઝૂલોજી વિભાગથી વિશાખા ગણવા પ્રથમ સ્થાન, એમ.એસ. સી. સેમેસ્ટર ૩ કેમેસ્ટ્રી વિભાગથી જીગર પ્રજાપતિ તૃતિય સ્થાન તેમજ રિસર્ચ સ્કોલરો ભુમિ ટીલવાની તૃતિય સ્થાન અને ક્વિઝ સ્પાર્થમાં જીગર પ્રજાપતિ અને અંકિત ચૌહાણ (સ્ટાફ સભ્ય) એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારેલ છે. એ બદલ કોલેજના કાર્યકારી આચાર્ય તેમજ સ્ટાફ સભ્યોએ તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવે છે. સમગ્ર કાર્યક્રમ માટેનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. જી.જે. ખરીદી ના માર્ગદર્શન હેઠળ ડૉ. શ્રેયસ પટેલ, નીલ પટેલ, ભુમિ ટીલવાની અને હિરલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.