આદિવાસી સમાજનું ગૌરવ : આઝાદભાઈ મકવાણાએ ફ્રાન્સમાં ITER પ્રોજેક્ટની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

દાહોદ જીલ્લાના લીમડી તાલુકાના મુણધા ગામના આદિવાસી અને ગરીબ પરિવારના સંતાન એવા આઝાદભાઈ મકવાણાએ વૈજ્ઞાનિક સંશોધન અધિકારી તરીકે ફ્રાન્સમાં યોજાયેલી વિશ્ર્વના સાત દેશોની ભાગીદારી ધરાવતા મહત્વપૂર્ણ ઈંઝઊછ પ્રોજેક્ટની બેઠકમાં ભાગ લઈને સમગ્ર આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે.

આઝાદભાઈ મકવાણાની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર અને મુણધા ગામ માટે જ નહીં, પરંતુ સમગ્ર દાહોદ જીલ્લા અને આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે. તેમના આ યોગદાન બદલ તેમને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ભગવાન તેમને તથા તેમના પરિવારને જીવનમાં સતત પ્રગતિ આપે, વધુને વધુ સફળતા અપાવે અને તેઓ લાંબી આયુષ્ય સાથે નિરોગી જીવન જીવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

ITERપ્રોજેક્ટ શું છે?

આઝાદભાઈ મકવાણાની પાછળ દેખાતું વિશાળ બાંધકામ ITER પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. ITER એટલે International Thermonuclear Experimental Reactor વિશ્ર્વના અનેક દેશોની ભાગીદારીથી વિકસાવવામાં આવી રહેલો અદ્યતન ન્યુક્લિયર ફ્યુઝન સંશોધન પ્રોજેક્ટ.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સૂર્યમાં થતી પરમાણુ સંલયન Nuclear Fusion) પ્રક્રિયાનો પૃથ્વી પર અભ્યાસ કરીને ભવિષ્યમાં સ્વચ્છ અને મોટા પાયે ઊર્જા ઉત્પન્ન કરવાની શક્યતાઓ અંગે સંશોધન કરવાનો છે.

ભારત પણ આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. આઝાદભાઈ મકવાણા જેવા ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધન અધિકારીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગીદારી ભારત માટે ગૌરવની બાબત છે.

મુણધા ગામથી ફ્રાન્સ સુધીની આ સફર ખરેખર પ્રેરણાદાયી છે. આઝાદભાઈ મકવાણાની સફળતા અનેક આદિવાસી યુવાનોને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપે તેવી આશા છે.