
અમરેલી જિલ્લાના પીપળલગ ગામે દુ:ખદ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં બે સગા ભાઈઓ ડૂબી જતાં બંનેના મોત થયા છે. મૃતક બાળકોની ઉંમર ૧૨ અને ૧૦ વર્ષની હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના બે બાળકોના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, બંને ભાઈઓ ગામના તળાવમાં ગયા હતા, જ્યાં અચાનક બંને પાણીમાં ડૂબી ગયા હતા. બાળકો તળાવમાં ડૂબ્યાની જાણ થતાં સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે રાત્રિના અંધકાર વચ્ચે તળાવમાં ભારે જહેમત સાથે શોધખોળ હાથ ધરી હતી. લાંબી કામગીરી બાદ બંને બાળકોના મૃતદૃેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંને બાળકોના મૃતદૃેહ બહાર કાઢ્યા બાદ ફાયર ટીમ દ્વારા પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે જરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાની તપાસ શ કરી છે.
એક જ પરિવારના બે બાળકોના મોતથી પીપળલગ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં પણ ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. બે ભાઈઓના એકસાથે મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.