વિરપુર તાલુકાનું હાંડિયા ગામ સ્વચ્છતા, લાઇટ, પાણી, રોડનં, સુવિધા ધરાવતું આદર્શ ગામ બન્યું

વિરપુર તાલુકાનું હાંડિયા ગામ જે વિરપુર તાલુકા મથકથી 7 કિમી દૂર સાઠંબા જતા રોડઉપર આવેલ છે. વિરપુર તાલુકાનું સ્વચ્છ અને આદર્શ ગામ કહી શકાય. આ ગામની વસ્તી1200 છે. અહીંયા ભ્રમભટ્ટ (બારોટ), પંચાલ, સુથાર સમાજના મુખ્ય વસવાટ છે. આ ગામમાં ખેતી પશુપાલક સાથે નોકરિયાત અને ધંધાર્થીઓ પણ છે. વિરપુર તાલુકાનું આદર્શગામ ગણાવી શકાય

કારણ કે, આ ગામની અંદરપાણી, લાઇટ અને રસ્તાની પ્રાથમિક સગવડ સુવિધા ધરાવતું ગામ છે. પશુપાલકો હોવા છતાંગામની સ્વછતા પણ ખૂબ સરસ છે. આ ગામનારસ્તાઓ ઉપર રાત્રિ સમય સ્ટ્રીટ લાઇટનીસુવિધાથી સજ્જ કરવામાં આવેલી છે. ગામનાબહાર મુખ્ય રસ્તો તે વિકાસ પથ આવેલો છે.ગામમાં કૃષ્ણ પંથી પ્રણામી, સતકૈવલ ,શિવાલય તેમજ હનુમાનજીના આબેહૂબ મંદિરઆવેલ છે.

ગામમાં પ્રાથમિક શાળા અનેહાઈસ્કૂલ સાથે કોમ્યુનિટી હોલની પણ સુવિધા પર્યાપ્ત કરવામાં આવેલ છે. હાલના સમય હાંડિયા ગ્રામ પંચાયતની સંપૂર્ણ બોડી મહિલા સભ્ય તમામ મહિલા છે. સાથે ગામમાં કોઈ બાળક કુપોષણ નથી, કોઈ બાળક અપમૃત્યુ નથી કોઈ રક્તપિત કે ટીબીના દર્દી નથી. આમ, એકસુખી સંપન્નની સાથે સ્વસ્થ ગ્રામજનોછે.

ગામમાં સર્વધર્મ સર્વ સંપ્રદાય અને સર્વજાતિનો સંપ આ ગામમાં જોવા મળે છે. આગામમાં ક્યારેય પોલીસની જરૂર પડતી નથી. અહીંયા કોઈને ઝઘડો મારામારી કે ઘરેલું હિંસાનો કોઈ અણબનાવ બનવા પામ્યો નથી. ગ્રામજનોમાં કોઈ વ્યસની કુટેવ દેખાયનહીં તેવું આ ગામ સાચેજ એક આદર્શ ગામ છે.

બોકસ:

ગ્રામજનોની આશા હુંપૂરી કરી શકું છું, અમારૂં હાંડિયા ગામ જેમાં પાણીલાઇટ શેરી રસ્તાની સગવડ સાથેગ્રામજનો દ્વારા સ્વછતા અનેધાર્મિકતાના દર્શન થાય તેવું ગામછે. ગ્રામજનો હળી મળી એકસંપથી એક બીજાને સુખ દુ:ખમાંમદદ કરી માનવતા મહેકાવે છે.જેથી આ ગામના વિકાસના કાર્યોકરવામાં મને ખૂબ આનંદ અનુભવુંછું મને ગર્વ છે. મને આ પદ ઉપરબેસાડી ગ્રામજનોની આશા હું પૂરીકરી શકું છું.:- જીજ્ઞાસાબેન જે.બારોટ, હાંડિયા ગ્રામ પંચાયત, મહિલા સરપંચ…

બોકસ:
ગામની વસ્તી : 1000 સાક્ષરતા : 100 ટકા જીલ્લા મથકથી અંતર : 37 કિમી કનેક્ટિવિટી : ડામર માર્ગ રસ્તો પ્રસિદ્ધિ સ્થળ : શિવાલય અને સતકૈવલ મંદિર…