સંજેલીથી ગોધરા તરફ જતાં મુખ્ય માર્ગ પર એક બેકાબુ ટેમ્પો વીજ ટ્રાન્સ્ફોર્મર અને હાઈસ્કુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ધટનામાં એમજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ પુરવઠાની કામગીરીમાં રાખવામાં આવેલી છે. ઘોર બેદરકારી અને નબળુ બાંધકામ છતુ થયુ છે.
સંજેલીની પ્રખ્યાત ડો.શિલ્પન આર.જોશી હાઈસ્કુલના મુખ્ય ગેટ પાસે રવિવારના સાંજના સમયે ગોધરા તરફ જઈ રહેલા ટેમ્પાની કેબિન અચાનક તુટી ગઈ હતી. ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો કિનારે ઉભા કરાયેલા અંડરગ્રાઉન્ડ વીજ પુરવઠાના ટ્રાન્સ્ફોર્મર સાથે જોરદાર ભટકાતા ટ્રાન્સ્ફોર્મર ૨૦ ફુટ જેટલુ દુર ફંગોળાયુ અને હાઈસ્કુલની દિવાલ તોડીને ગ્રાઉન્ડમાં જઈ પડ્યુ હતુ. આ અકસ્માતમાં એમજીવીસીએલ ના ટ્રાન્સ્ફોર્મર માટે બનાવેલા સ્ટ્રકચરના બે ટુકડા થઈ ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યુ કે, આ સ્ટ્રકચર લોખડના સળિયા વિના જ માત્ર સિમેન્ટ-કોંક્રિટથી ઉભુ કરાયુ હતુ. જેથી તે શોભાના ગાંઠિયા સમાન સાબિત થયુ હતુ.