સરકારે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ અને વિવાદનો કાયમ માટે અંત લાવવો જોઈએ,અરશદ મદની

જમિઆત ઉલેમા-એ-િંહદના વડા મૌલાના અરશદૃ મદૃનીએ ગાયને ’રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવાની માંગ કરી છે. તેમણે કહૃાું કે ગાયના નામે થતી મોબ િંલિંચગની ઘટનાઓને રોકવા માટે આ વિવાદૃનો કાયમ માટે ઉકેલ લાવવો જોઈએ. બુધવારે સંગઠન દ્વારા જારી કરાયેલા એક નિવેદૃન મુજબ, મૌલાના મદૃનીએ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, “જ્યારે દૃેશની મોટાભાગની વસ્તી ગાયને માત્ર પવિત્ર જ નથી માનતી પણ તેને માતાની જેમ વર્તે છે, ત્યારે કઈ રાજકીય મજબૂરી સરકારને તેને ’રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવાથી રોકી રહી છે?”

તેમણે દૃાવો કર્યો કે આ લોકો ગાય પ્રત્યે ખરા અર્થમાં શ્રદ્ધા ધરાવતા નથી, પરંતુ રાજકારણને પ્રેમ કરે છે, અને રાજકારણ દ્વારા તેઓ લોકોને મુસ્લિમો સામે એક થવા અને મત મેળવવા માટે ઉશ્કેરે છે. મદનીએ કહૃાું કે ચૂંટણી દૃરમિયાન ઘણા ભાવનાત્મક અને રાજકીય મુદ્દાઓ જાણી જોઈને ઉભા કરવામાં આવે છે, જેમાં ગાયના નામે રાજકારણનો પણ સમાવેશ થાય છે.

મુસ્લિમ નેતાએ જણાવ્યું કે મુસ્લિમ સમુદૃાયને ગાયને “રાષ્ટ્રીય પ્રાણી” જાહેર કરવામાં કોઈ વાંધો નથી, અને હકીકતમાં, તેઓ સરકારના આ પગલાનું સ્વાગત કરશે, કારણ કે એકવાર આ સંદર્ભમાં કાયદૃો પસાર થઈ જશે, તો ગાયના નામે થતી મોબ િંલિંચગ અને િંહસા બંધ થઈ જશે.

તેમણે કહૃાું, “આ માંગણી કરનારા આપણે એકલા નથી; ઘણા ઋષિ-મુનિઓ લાંબા સમયથી આ માંગણી ઉઠાવી રહૃાા છે. આમ છતાં, જો સરકાર આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહી, તો તેનો શું અર્થ હોવો જોઈએ?”

મદૃાનીએ દૃાવો કર્યો હતો કે ગાયના મુદ્દાને રાજકીય અને ભાવનાત્મક મુદ્દો બનાવી દૃેવામાં આવ્યો છે, અને કેટલાક લોકો વ્યવસ્થિત રીતે ગૌહત્યા અંગે અફવાઓ ફેલાવે છે અથવા નિર્દૃોષ લોકોને નિશાન બનાવવા માટે પશુ તસ્કરીના નામનો ઉપયોગ કરે છે. તેમણે કહૃાું કે તેમનું સંગઠન દૃર વર્ષે બકરી-ઈદૃના અવસર પર મુસ્લિમોને અપીલ કરે છે કે તેઓ પ્રતિબંધિત પ્રાણીઓની કુરબાની ન કરે, કારણ કે ઇસ્લામ અન્ય ધર્મોની લાગણીઓને ઠેસ પહોંચાડવાની પરવાનગી આપતું નથી.

મદૃનીએ જણાવ્યું હતું કે ગાયને “રાષ્ટ્રીય પ્રાણી” જાહેર કરીને આ વિવાદૃનો કાયમ માટે ઉકેલ લાવવો જોઈએ, અને આ હેતુ માટે ઘડવામાં આવેલ કોઈપણ કાયદૃો દૃેશના તમામ રાજ્યોમાં કોઈપણ ભેદૃભાવ વિના સમાન રીતે લાગુ થવો જોઈએ.