સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ ખોદૃેલી ખાણે યુવકનો જીવ લીધો છે. થાનગઢમાં ગેરકાયદેસર ખાણમાં ડૂબતા યુવકનું મોત થયું છે. તંત્રને જાણ કરવા ચતાં છ કલાક સુધી ન આવતા લોકોમાં આક્રોશ છે. અજય રાઠોડ નામના યુવકનું ખાણમાં ડૂબતા મોત થયું છે.
ઘટનાના છ કલાક બાદ પહોંચેલી ટીમે ખાણમાંથી મૃતદૃેહ બહાર કાઢ્યો છે. એકના એક દૃીકરાના મોતના પગલે કુટુંબમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. ગેરકાયદેસર ખનના કારણે થયેલા મૃત્યુના કારણે લોકોમાં આક્રોશની લાગણી છે. આ બતાવે છે કે ગેરકાયદૃેસર ખનનના કારણે સરકારને તો નુકસાન જઈ જ રહૃાુ છે, પરંતુ હવે તો લોકોના જીવ પણ જવા લાગ્યા છે.
લોકોએ માંગ કરી છે કે તંત્ર આ પ્રકારના સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાના ગેરકાયદૃેસર ખનન પર પ્રતિબંધ મૂકે. કોઈપણ ભોગે આ પ્રકારની ખનનની કામગીરી અટકાવે. આ પ્રકારના ખનનના કારણે હવે લોકોના જીવન ભયમાં મૂકાવવા લાગ્યા છે. ગેરકાયદૃે ખનનના કારણે થયેલું આ મૃત્યુ કંઇ પહેલું નથી અને જો તંત્ર હજી પણ નહીં જાગે તો છેલ્લું પણ નહીં હોય.
લોકોનું કહેવું છે કે આમને આમ ચાલતું રહૃાું તો છેવટે ગેરકાયદેસર ખનન કરાવવા માટે અમારે રસ્તા પર ઉતરવું પડશે. અમે ક્યાં સુધી તંત્રની નિર્બળતાનો અને અક્ષમતાનો ભોગ બનતા રહીશું. તંત્ર છેવટે તો પાડાના વાંકે પખાલીને જ ડામ દૃે છે. અમારે ક્યાં સુધી આ રીતે બીજાની ભૂલનો ભોગ બનતાં રહેવું પડશે.