છત્તીસગઢના કાંકેરમાં બે સ્વિટ કાર અથડાતા છ લોકોના મોત થયા, ત્રણની હાલત ગંભીર

છત્તીસગઢના કાંકેરમાં બે કાર અથડાયા હતા. આ અકસ્માતમાં છ લોકોના દુઃખદ મોત થયા હતા, જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ પીડિતોને તાત્કાલિક હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને કાંકેર જિલ્લા હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માત રાષ્ટીય ધોરીમાર્ગ પર નાથિયા નવાગાંવ નજીક થયો હતો. મળતી માહિતી મુજબ, મૃતકો ચરામા બ્લોકના ઉડાકુડા ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. આ અકસ્માતથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાથિયા નવાગાંવ નજીક બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં એક પરિવારના છ સભ્યોના મોત થયા હતા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાસ્થળના ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે. આ દર્શાવે છે કે અકસ્માત અકસ્માતગ્રસ્ત વિસ્તારમાં થયો હતો. રસ્તા પર લોકોને ધીમે વાહન ચલાવવાની ચેતવણી આપતો એક બોર્ડ લગાવવામાં આવ્યો હતો, પરંતુ એક અથવા બંને કારના ડ્રાઇવરોએ તેને અવગણ્યું હતું, જેના કારણે અકસ્માત થયો હતો. ચારામા વિસ્તારના ઉડાકુડા ગામના રહેવાસી પરિવાર કાંકેર વિકાસ બ્લોકના ચિવરાજ ગામમાં લગ્નમાં હાજરી આપવા ગયો હતો. કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે, તેમની કાર વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી કાર સાથે અથડાઈ હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા પરિવારના છ સભ્યોના અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ, એક બાળક અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં, પોલીસ અધિક્ષક નિખિલ રાખેચા, જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસ ટીમોએ મૃતદેહો અને ઘાયલોને હોસ્પિટલ માં ખસેડ્યા. ઘાયલોને કાંકેર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.

રાષ્ટÙીય ધોરીમાર્ગ-૩૦ પર પહેલા પણ અનેક જીવલેણ અકસ્માતો થયા છે. જાન્યુઆરીમાં, આ જ ધોરીમાર્ગ પર બસ અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થયું હતું, જ્યારે બે પુત્રીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જાન્યુઆરીમાં પણ કાંકેર જિલ્લામાં રાષ્ટીય ધોરીમાર્ગ-૩૦ પર બે ટ્રકો અથડાયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.