ગોધરા ઈદગાહ કોઝ-વે પર પડેલા જોખમી ભુવાની મરામત કરાઈ

ગોધરા શહેરના ઈદગાહ વિસ્તારને જોડતા અને મેશરી નદી પર આવેલા ઈદગાહ કોઝ-વે પર પડેલા મોટા અને જોખમી ભુવાનુ સમારકામ આખરે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. આ ભુવો એક મહિના પહેલા અગાઉ પડ્યો હતો. જેના કારણે શહેરથી ઈદગાહ તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર જોખમી બન્યો હતો.

ગોધરા શહેરના ઈદગાહ વિસ્તારને જોડતા અને મેશરી નદી પર આવેલા ઈદગાહ કોઝ-વે પર પડેલા મોટા અને જોખમી બનતા ખાડાને લઈ સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો બાદ ભુવાનુ સમારકામ આખરે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. આ ભુવો એક મહિના અગાઉ પડ્યો હતો. જેના કારણેશહેરથી ઈદગાહ તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર જોખમી બન્યો હતો. કોઝ-વે પર સતત ટ્રાફિક રહેતોહોવાથી મોટો ભુવો વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો હતો. અવર જવર કરતા વાહન ચાલકો આ ભુવામાં ખાબકે ત્યારે મોટી જાનહાનિ થઈ શકે છે તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો હતો.અગાઉ પાલિકા દ્વારા માત્ર માટી નાંખીને કામ પુરૂ કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સ્થાનિકોએ આરસીસી કોઝ-વે પર વ્યવસ્થિત અને કાયમી સમારકામની માંગ કરી હતી. રજુઆતોને ઘ્યાને લઈને આખરે પાલિકા તંત્ર દ્વારા ભુવાના સમારકામની યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી હતી.