સંખેડા ખાતે કોસિન્દ્રા-ભાટપુર અને કાશીપુરા રૂટની મીની એસ.ટી.બસમાં સીટની કેપેસિટી કરતા અઢીથી ત્રણ ગણા પેસેન્જર બેસાડાય છે. આ બંને બસમાં મોટાભાગે વિદ્યાર્થીઓ જ આવન-જાવન કરે છે. જેથી અન્ય એસ.ટી.બસ મુકવા માંગ ઉઠવા પામી છે.
સંખેડા ખાતે આવેલી વિવિધ શાળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. વિદ્યાર્થીઓ સરળતાથી અવર જવર કરી શકે તે માટે એસ.ટી.બસ મુકવામાં આવેલી છે. પરંતુ આ એસ.ટી.બસમાં વિદ્યાર્થીઓને સીટની કેપેસિટી કરતા વધારે બેસાડવા પડે છે. બસમાં બેસવાની વાત તો ઠીક પરંતુ ઉભા રહેવાની અંદર પણ મુશ્કેલી પડે છે. સંખેડા ખાતે આશરે 9.30 વાગ્યાના સુમારે કાશીપુરા રૂટથી એસ.ટી.બસ આવે છે. આ મીની એસ.ટી.બસમાં 91 મુસાફરો હતા. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ જ હતા. બીજી એક બસ જે કોસિન્દ્રા-સંખેડા હતી. વાયા ભાટપુર થઈ મુસાફરોને બેસાડી સંખેડા આવી હતી. આ મીની એસ.ટી.બસમાં પણ 73 જેટલા વિદ્યાર્થીઓ હતા. બસની કેપેસિટી 30 થી 33ની જ હતી. આ એસ.ટી.બસમાં વિદ્યાર્થીઓ સંખેડા અભ્યાસ અર્થે આવે છે.