મહિસાગર જિલ્લામાં કુલ 8 પૈકી તાલુકાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સદસ્યની મુદ્દત પુરી થવાના આરે છે. ત્યારે બાલાસિનોર તાલુકામાં આવેલી 18 તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવારની બેઠક જાહેર કરવામાં આવતા રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે સરપંચની ચુંટણી બાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણી લડવા ઉમેદવારો રણનિતી બનાવવામાં મથી રહ્યા છે. ભાંથલા-બિન અનામત સામાન્ય, દેવ-બિન અનામત સામાન્ય , ગુથલી-સામાન્ય સ્ત્રી, હાંડીયા-સામાન્ય સ્ત્રી, જનોડ-સા.શે.પછાતવર્ગ સ્ત્રી, જેઠોલી-અનુ.આદિજાતી, કંબોપા-સા.શે.પછાતવર્ગ સ્ત્રી, મેઘલિયા-સા.શે.પછાતવર્ગ સ્ત્રી, નવગામા-સા.શે.પછાતવર્ગ, અથોવાડ-સા.શે.પછાતવર્ગ, પાંડવા-01-બિન અનામત સામાન્ય, પાંડવા-05 અનુ.જાતિ સ્ત્રી, રૈયોલી-બિન અનામત સામાન્ય, સલીયાવાડી-સામાન્ય સ્ત્રી, સરોડા-બિન અનામત સામાન્ય, વડદલા-01 બિનઅનામત સામાન્ય, વડદલા-02 સામાન્ય સ્ત્રી, વણાંકબોરી-સામાન્ય સ્ત્રી જાહેર કરવામાં આવી છે.