સંજેલી તાલુકામાં એસ.આઈ.આર.મતદારની કામગીરી માટે 91 બી.એલ.ઓ.દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી. બે દિવસની મેગા કામગીરી સહિત 51 બી.એલ.ઓ.ની 100 ટકા કામગીરી પુર્ણ કરી દેવાઈ છે. 3,300 ઉપરાંત બાકી માઈગ્રેશન મતદારોને શોધવા માટે ગામના વડીલ આગેવાનો અને સરપંચો સહિતની મદદ લેવા સહિત આંટા ફેરા મારવામાં આવી રહ્યા છે. કામગીરી પુર્ણ કરવા તાલુકા સેવાસદનમાં મોડીરાત સુધી તંત્રના ધામા જોવા મળે છે.
સંજેલી તાલુકાની મતદાર એસ.આઈ.આર.ની કામગીરી માટે 91 બી.એલ.ઓ.દ્વારા તાલુકાના 56 ગામોમાં 81,262 નોંધાયેલા મતદારોની 2002 સહિતની મતદાર યાદી પ્રમાણેની કામગીરી હાથ ધરી છે. 4 નવેમ્બરથી શરૂ થયેલ કામગીરીમાં 2 ડિસેમ્બર દરમિયાન 51 બી.એલ.ઓ.દ્વારા 100 ટકા કામગીરી પુર્ણ કરી દેવાઈ છે.જયારે એક બી.એલ.ઓ.દ્વારા 75 ટકા કામગીરી થઈ ચુકી છે. ટોટલ નોંઘયેલા 81,262 મતદારોમાંથી 95.9 ટકા 77,944 મતદારોનુ વેરિફિકેશન પુર્ણ કરી દેવામાં આવ્યુ છે. જયારે 3,318 ઉમેદવારોને શોધવા માટે બી.એલ.ઓ.દ્વારા ધરે ધરે મુલાકાત લેવામાં આવી રહી છે. કારણ કે, આ વિસ્તારમાં ડુંગર જંગલ અને ગ્રામ્ય વિસ્તાર હોવાથી અહિંયાના લોકો મોટાભાગે બહાર ગામ પોતાનુ પેટીયુ રળવા માટે જતા હોય છે. માઈગ્રેશન વધુ હોવાથી આ મોટાભાગના વિસ્તારના અભણ હોય જેથી મરણ-લગ્ન તેમજ માઈગ્રેશન સહિતની કામગીરી મેળવવા માટે ધમપછાડા કરવા પડી રહ્યા છે. ત્યારે હવે ટોચ પર આવેલા તાલુકાની કામગીરીમાં 3,318 માઈગ્રેશન મતદારો મેળવવા એડીચોટીનુ જોર કરે છે.