સુરતના જાણીતા મુકેશ ઓઝાની દીકરીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. દીકરીએ અચાનક આવું પગલું ભરતા અનેક અટકળો શરૂ થઈ છે પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આગામી પરીક્ષાની ચિંતામાં દીકરીએ આ આકરું પગલું ભર્યું છે. પ્રાથમિક મલ્ટી માહિતી મુજબ કથાકારની દીકરી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી હતી. દીકરીની ઉંમર માત્ર ૧૭ જ વર્ષની હતી અને આ કુમળી વયે પરીક્ષાની ચિંતાને લીધે તેણે આ પગલું ભર્યું હોઈ શકે તેવી માહિતી સામે આવી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ૧૭ વર્ષીય દીકરીએ ૨૭ ડિસેમ્બરના રોજ તેના ગાહરના રસોડામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ ઘટના જ્યારે બની ત્યારે ઘરમાં કોઈ હજાર નહીં હોવાનું પઆન સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રવિવારે ૨૭ ડિસેમ્બરના રોજ જ્યારે મુકેશ ઓઝા કથામાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ તેમની દીકરીએ ઘરમાં જ મોતને વ્હાલું કર્યું હતું. આટલી નાની ઉંમરમાં ભણતરના ભારને લઈને ૧૭ વર્ષીય દીકરીએ આપઘાત કરતાં હાલ પરિવારમાં શોકનો માહોલ છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે સુરત શહેરના ખટોદરા પોલીસે હાથ ધરી છે અને મોતનું કારણ શોધવામાં લાગી છે. જ ઓ કે આ સ્યુસાઇડ અંગે કોઈ નોટ કે કોઈ લખાણ મળી આવ્યું નથી પણ હાલ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીએ પરીક્ષાના બોજને લીધે આ પગલું ઉઠાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.