
દે.બારીઆ-પીપલોદ હાઈવે પર નાનીઝરી પંચાયત નજીક ટ્રેલરનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. બારીઆ તરફથી પીપલોદ તરફ જઈ રહેલ આર.જે.-૦૯-જીડી-૮૫૦૪ નંબરનુ ટ્રેલર કોઈ અગમ્ય કારણોસર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અથડામણના પગલે ટ્રેલરના આગળના ભાગમાં ભારે નુકસાન થયુ હતુ. ધટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો પણ અકસ્માતને પગલે ધટના સ્થળે અટકી ગયા હતા. અકસ્માતમાં ટ્રેલરના ચાલકને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જયાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દે.બારીઆ ખાતે ખસેડવામાં આવ્યો હતો.