ઝાલોદ જૂની આરટીઓ કચેરી પાસે રોડ પર રાત્રિના સમયે ચા પીવા રોડ ક્રોસ કરી રહેલો ટ્રક ડ્રાઈવર અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યો

રાત્રિના સમયે પોતાના કબજાની ટ્રક રોડની સાઈડમાં પાર્ક કરી ઝાલોદ નગરની જુની આરટીઓ કચેરી પાસે ચહાની દુકાન પર ચા પીવા માટે રોડ ક્રોસ કરીને સામેની સાઈડે જઈ રહેલા ટ્રક ડ્રાઈવરને કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લેતા ટ્રક ડ્રાઈવરને માથાના ભાગે, શરીરે તેમજ હાથે પગે ગંભીર ઈજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના નાગોર જીલ્લાના મૂડગસોઈ ગામના રામેશ્ર્વરલાલ છોટુ રામ જાટ ગત તારીખ ૦૩-૦૬-૨૦૨૬ નારોજ રાત્રિના સુમારે પોતાના કબજાની ટ્રક લઈ ઝાલોદ તરફ આવ્યા હતા, તે દરમિયાન તેઓને ચા પીવાની ઈચ્છા થતા તેઓ સામેની સાઈડમાં આવેલ ઝાલોદ જુની આરટીઓ કચેરી પાસેની ચાની દુકાન પર ચા પીવા માટે રોડ ક્રોસ કરી સામેની સાઈડમાં જતા હતા. તે વખતે પૂરપાટ દોડી આવતું કોઈ અજાણી વાહન તેઓને ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર રામેશ્ર્વર લાલ જાટને માથાના ભાગે, શરીરે તેમજ હાથે-પગે ગંભીર જીવલેણ ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ઝાલોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઈવર રામેશ્ર્વરલાલ છોટુરામ જાટને સારવાર અર્થે ઝાલોદ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ સંબંધે રાજસ્થાનના નાગોર જીલ્લાના સુવારામ બાબુરામ જાટે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિ‚દ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.