
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી આવતી લાઇટ્સમાંથી વારંવાર ગાંજાની હેરાફેરીની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં ફરી એક વખત બેંગકોકથી સુરત આવેલી લાઇટમાંથી મોટો જથ્થો ગાંજો ઝડપાયો છે. કસ્ટમ્સ, ડીઆરઆઈ અને એર ઇન્ટેલિજન્સ યુનિટની સતર્ક ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરીને યુવાનો સુધી નશો પહોંચતો અટકાવ્યો છે.બેંગકોક લાઇટમાં મુસાફરો પર નજર રાખવાના આદૃેશો જારી કરવામાં આવ્યા છે,અને પહેલા પકડાયેલા મુસાફરની પૂછપરછ કરવામાં આવશે. બેંગકોકથી સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતી લાઇટમાં વારંવાર ગાંજો જપ્ત કરવામાં આવે છે.
બેંગકોકથી આવેલી લાઇટમાં ગાંજો સીટની નીચે અને સીટના કુશન પાછળ વેક્યુમ પેકમાં સંતાડીને લાવવામાં આવ્યો હતો. લાઇટ લેન્ડ થયા પછી ક્રૂ મેમ્બર્સે સીટની અસામાન્ય સ્થિતિ જોઈને સતર્ક થયા હતા. બાતમીના આધારે તપાસ ટીમે તરત જ સર્ચ ઓપરેશન શ કર્યું અને ગાંજો ઝડપી લીધો. આરોપીઓ અને ગાંજો યુવાનો સુધી પહોંચે તે પહેલાં જ પકડાઈ ગયો છે.સુરત એરપોર્ટ પર આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. અધિકારીઓએ બેંગકોકથી આવતી તમામ લાઇટ્સના મુસાફરો પર ખાસ વોચ રાખવાનો આદૃેશ આપ્યો છે. અગાઉ પકડાયેલા પેડલરોની પૂછપરછ ચાલુ છે, જેથી આ રેકેટની પૂરી સાંકળ ઉઘાડી પાડી શકાય.નવી સ્મગિંલગ પદ્ધતિનો પર્દૃાફાશ કર્યો છે.
જ્યારે કોઈ એજન્સી ગાંજો અથવા ડ્રગ્સ જપ્ત કરે છે, ત્યારે તેની કાર્યવાહી એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવે છે, અને આ હેતુ માટે એક અલગ કોર્ટ છે, જેમાં જેલની સજાની જોગવાઈ છે. ઘણા ફેરિયાઓને જેલની સજા ફટકારવામાં આવી છે અને તેઓ જેલમાં સડી રહૃાા છે. યુવાનો ગાંજાના સૌથી વધુ વ્યસની છે. ગુજરાત પોલીસે ગાંજો બનાવવા માટે વપરાતા ગોગા પેપરની પણ તપાસ કરી અને તેને વેચનારાઓ સામે કેસ નોંધ્યા.