
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી મિશ્ર હવામાન રહેશે, જેમાં મહુવામાં ૧૪.૯ ડિગ્રી, ડીસામાં ૧૫.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૫.૬ ડિગ્રી, વડોદરામાં૧૫.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૫.૬ ડિગ્રી, અમદાવાદમાં ૧૫.૬ ડિગ્રી અને નલિયામાં ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં કાલે ગાઢ ધુમ્મસ રહેવાની શક્્યતા છે, ઘણા વિસ્તારોમાં દૃશ્યતા ઓછી છે.
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ગઈકાલે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ અને હિમવર્ષાનો બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં મોસમનો પહેલો બરફ પડ્યો છે. ઉત્તર પશ્ચિમ ભારત અને બિહારમાં આગામી પાંચ દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેવાની શક્્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં લોકોને ઓછામાં ઓછા બે દિવસ સુધી ઠંડીથી રાહત મળશે નહીં. ઘણા મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાની વિસ્તારોના ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી રહ્યું છે.
૨૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. આ વખતે સૌથી ઓછું તાપમાન ૮.૮ ડિગ્રી સેલ્સિયસ હતું. નોંધનીય છે કે, આ ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના અન્ય કોઈ પ્રદેશમાં ૧૦ ડિગ્રીસેલ્સિયસથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું નથી. અમદાવાદમાં, ડિસેમ્બર ૨૦૨૪માં ૩૧ દિવસમાં૧૪ દિવસમાં મહત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. આ વર્ષે, અમદાવાદમાં તાપમાન ફક્ત ચાર વખત ૧૪ ડિગ્રી સેલ્સિયસ થી નીચે ગયું હતું. ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું.
ગયા વર્ષને બાજુ પર રાખીએ તો, સૌથી ઠંડો જાન્યુઆરી ૧૯૫૪ માં હતો, જેમાં ૧૦ જાન્યુઆરીએ ૩.૯ ડિગ્રી તાપમાન રેકોર્ડબ્રેક હતું. આ વર્ષે પારો ત્રણ વખત ૧૨ ડિગ્રીથી નીચે ગયો, જે ગયા વર્ષની સરખામણીમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો દૃર્શાવે છે. ગયા વર્ષે, નલિયામાં પારો ૧૦ વખત ૭ ડિગ્રીથી નીચે ગયો.