
સંસ્કારી નગરી વડોદરામાં આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉજવણી અત્યંત ભવ્ય અને યાદૃગાર બની રહેશે. આગામી ૧૫મી તારીખે યોજાનારી પ્રસિદ્ધ ’શિવજી કી સવારી’માં ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહેશે. લગભગ ૨૨ મહિનાના લાંબા અંતરાલ બાદ અમિતભાઈ શાહ વડોદરાની મુલાકાતે આવી રહૃાા હોવાથી કાર્યકરો અને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે.
વડોદૃરામાં દૃર વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે ’સત્યમ શિવમ સુંદૃરમ સમિતિ’ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સવારીમાં ભગવાન શિવ નંદૃી સવાર થઈ નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી આ સવારીને આવકારવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ નિર્ધારિત સ્થળે ભગવાન શિવની મૂર્તિનું પૂજન-અર્ચન કરી ભવ્ય મહા આરતીમાં સહભાગી થશે.
કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના કડક બંદૃોબસ્તની તૈયારીઓ શ કરી દૃેવામાં આવી છે. ૨૨ મહિના બાદૃ તેમનું આગમન થઈ રહૃાું હોવાથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા પણ તેમના ભવ્ય સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાત માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે.
વડોદરાની આ ’શિવજી કી સવારી’ સમગ્ર ગુજરાતમાં જાણીતી છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. ગૃહમંત્રીની હાજરીથી આ ઉત્સવની ગરિમામાં વધારો થશે. તેઓ આ મુલાકાત દૃરમિયાન શહેરના અગ્રણીઓ સાથે મુલાકાત કરી શકે તેવી પણ સંભાવના છે. શિવરાત્રિના દિવસે સમગ્ર શહેર ’હર હર મહાદૃેવ’ના નાદૃ સાથે ગુંજી ઉઠશે.