
શહેરાના રમતગમતના ક્ષેત્રમાં વધુ એક નવું છોગું ઉમેરાયું છે.વાઘજીપુર ચોકડી પાસે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઇગલ ક્રિકેટ બોક્સ તૈયાર થઈ જતાં તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે રીબીન કાપીને આ ક્રિકેટ બોક્સને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ નવા બોક્સ ક્રિકેટની શરૂઆત થતાં જ સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ અને યુવાનોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરા ગોધરા હાઈવે ઉપર વાઘજીપુર ચોકડી પાસે યુવાનો અને રમતપ્રેમીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઇગલ ક્રિકેટ બોક્સ તૈયાર થઈ જતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે રિબીન કાપીને આ ક્રિકેટ બોક્સનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્ઘાટન બાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પોતે ક્રિકેટ પિચ પર આવીને બેટ હાથમાં પકડ્યું હતું અને પ્રથમ બોલ રમીને આ ક્રિકેટ બોક્સને ખેલાડીઓ માટે ખુલ્લું મૂક્યું હતું. આ ક્ષણે ઉપસ્થિત તમામ યુવાનો અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ધારાસભ્ય એ આયોજકોને આ સુંદર સુવિધા શ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે મકસુદભાઈ પોચા, પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી,જુનેદભાઈ લડબડ, અજીતભાઈ શેખ તેમજ ઇકબાલભાઈ પોચા, કનૈયાલાલ પિતુમલ મુલચંદાણી સહિત નગરના અનેક પ્રતિષ્ઠિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું આયોજક સમિતિ દ્વારા પુષ્પગુચ્છ આપીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આજના સમયમાં યુવાનોમાં બોક્સ ક્રિકેટનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે, ત્યારે શહેરાની વાઘજીપુર ચોકડી જેવા મોકાના સ્થળે આ પ્રકારનું આધુનિક ઇન્ડોર-સ્ટાઇલ નેટ ક્રિકેટ બોક્સ શરૂ થવાથી સ્થાનિક ખેલાડીઓને રાત્રિના સમયે પણ રમવા માટે ઉત્તમ પ્લેટફોર્મ મળી રહેશે. આ સુવિધા શરૂ થતાં જ શહેરા અને આસપાસના વિસ્તારના ક્રિકેટ રસિકોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે.