શહેરાના બોરીયા ગામે નલ સે જલમાં કરોડો ખર્ચાયા છતાં પાણીનુ ટીપું પણ ન આવ્યુ

શહેરાના બોરીયા ગામમાં નલ સે જલ યોજનાની બોગસ કામગીરી કરીને કાગળ પર યોજના ૫ુર્ણ બતાવી દીધી છે. ગામમાં પાઈપો નાંખ્યા વગર નલ ફીટ કરી દીધા છે. તો સંપમાં પાણી છે પણ નલ સુધી પહોંચતુ નથી. ગ્રામજનોએ સરપંચની બેદરકારીથી યોજનાના પાણી મળતા નથીની રજુઆત કલેકટરને કરી હોવાનુ સરપંચે જણાવ્યુ છે.

શહેરા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ બોરીયા ગામમાં જલ સે જલ યોજનાના કરોડો ‚પિયા વાપરવા છતાં ગ્રામજનો પાણી વગર તરસ્યા છે. ગામમાં નલ સે જલ યોજનાની કામગીરીની ગુણવત્તા જળવાઈ નથી. ગામમાં ૧૧૦૦ જેટલા પરિવારો રહે છે. પરંતુ હાલમાં ગ્રામજનો કુવા અને બોરના પાણી પીવા મજબુર બન્યા છે. ગામમાં પાઈપલાઈનો યોગ્ય રીતે નાંખવામાં આવી નથી. ગામમાં અમુક જગ્યા પાઈપ નાંખ્યા વગર નળ ફિટ કરી દેવામાં આવ્યા હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે. ખોદકામ કર્યુ પણ પાઈપો નાંખવામાં આવી નથી. તેમ છતાં પાણી સમિતિ દ્વારા યોજના પુર્ણ બતાવીને કરોડો ‚પિયા ઉપાડી દેવામાં આવ્યા છે. ગ્રામજનોએ ગ્રામ પંચાયતને અનેકવાર રજુઆતો કરવા છતાં સાંભળતા ન હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે.