ભથવાડા ટોલનાકા નજીક રેલ્વે કેબલની ચોરી કરતી ટોળકીના ત્રણ આરોપી ઝડપાયા

દાહોદ જિલ્લામાં મિલ્કત સંબંધિ ગુનાઓ અટકાવવા પોલીસ પ્રશાસન દ્વારા ચલાવાતી કડક ઝુંબેશ અંતર્ગત પીપલોદ પોલીસે નેશનલ હાઈવે પર ભથવાડા ટોલનાકા પાસે ટ્રેકટરમાં ચોરીના રેલ્વે કેબલ ભરી પસાર થતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રેકટર, મોબાઈલ, અને કેબલ સહિત કુલ ‚.૯,૦૮,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પીપલોદ પોલીસ મથકની ટીમ જયારે ભથવાડા ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, દાહોદ તરફથી એક બ્લયુ કલરના સ્વરાજ ટ્રેકટરમાં રેલ્વેના કેબલ ભરીને ટોલનાકા તરફ લાવામાં આવી રહ્યા છે જે બાતમીના આધારે સતર્ક થયેલી પોલીસે શંકાસ્પદ ટ્રેકટરને રોકીને તપાસ કરતા તેની ટ્રોલીમાંથી કાળા કલરના રેલ્વે લાઈનના કેબલોના ગુંચળા મળી આવ્યાહતા. પોલીસે ધટના સ્થળેથી કુલ ૧,૫૮૪ મીટર લાંબા(૯૩ નંગ)કાળા કલરના રેલ્વે કેબલ જેની કિ.‚.૩,૯૪,૮૦૦/-, ‚.૫,૦૦,૦૦૦/-ની કિંમતનુ ટ્રેકટર તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ‚.૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે મધ્યપ્રદેશના ઝાબુઆના દિનેશભાઈ ગુલ્લાભાઈ ભાભોર તેમજ ઉત્તરપ્રદેશના રહેવાસી પ્રશાંત પ્રતાપસિંહ રહિશ પાલસિંહ અને વિકાસસિંહ અવદેશસિંહની અટકાયત કરાઈ હતી. આ ચોરી અંગે રેલ્વે પ્રોટેક્ટિવ એકટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ હતી.