બાલાસિનોરની જાણીતી શિલ્પ નર્સિંગ હોસ્પિટલ વિવાદના ઘેરામાં આવી છે. હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારીના કારણે રાજપુર ગામની એક ૩૦ વર્ષની આશાસ્પદ યુવતીનુ મોત નીપજયું હોવાના ચોંકાવનારા આક્ષેપો લાગ્યા છે. પેટમાં પાણીની ગાંઠના સામાન્ય ગણાતા ઓપરેશન દરમિયાન થયેલી મોટી ભુલને કારણે યુવતીએ જીવ ગુમાવવો પડ્યો હોવાથી પીડિત પરિવાર પર આભ તુટી પડ્યુ છે.
મૃતકના પરિવારે આપેલી માહિતી મુજબ રાજપુર ગામના રહેવાસી દક્ષાબેન હરીશભાઈ ચોૈહાણને ૫ૈટમાં પાણીની ગાંઠ હોવાથી તેઓને સારવાર માટે બાલાસિનોરની શિલ્પ નર્સિંગ હોસ્પિટલમાં દાખદલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન હોસ્પિટલના ડો.આયુધ જોશી અને ડો.હાર્દિક બારીયા દ્વારા ઓપરેશન દરમિયાન ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. ઓપરેશન કરતી વખતે ડોકટરોની ક્ષતિને કારણે દક્ષાબેનના શરીરમાં અન્ય જગ્યાએ પંકચર(કાણું)પડી ગયુ હતુ. જેને કારણે શરીરમાં આંતરિક રકતસ્ત્રાવ શ થઈ ગયો હતો અને જોતજોતામાં લોહીનુ પ્રમાણ અતિશય ધટી ગયુ હતુ. દર્દીની સ્થિતિ અત્યંત નાજુક થતાં લોહીનુ સ્તર સતત ધટવા લાગતા હોસ્પિટલના તબીબો ગભરાઈ ગયા હતા. મામલો થાળે પાડવા માટે ડોકટરો પોતે જ દર્દી દક્ષાબેનને તાત્કાલિક અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ આશાસ્પદ ૩૦ વર્ષિય યુવતીનુ મોત નીપજયું હતુ. આ ચકચાર ધટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અને બેદરકાર તબીબો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.