સૌરાષ્ટ્ર યુનિ.ની સત્રાંત પરીક્ષામાં સેમે.-૩ને બદલે સેમે.-૨નાં પ્રશ્ન પેપર અપાતાં હોબાળો

સૌરાષ્ટ્ર યુનિ.ની સત્રાંત પરીક્ષા દરમિયાન બીએ સેમેસ્ટર-૩ના પ્રશ્ન પેપરને બદલે સેમેસ્ટર-૨ની પરીક્ષાનું પ્રશ્ન પેપર અંદાજે ૪૫ કોલેજામાં આપવામાં આવતાં પરીક્ષાર્થીઓમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો.ગઇકાલના પ્રશ્ન પેપરમાં આ પ્રકારના છબરડા ફરીને આજે પણ બીએ સેમેસ્ટર-૩ની પરીક્ષા દરમિયાન પુનરાવર્તિત થયા હતા. આ પ્રકારની ભુલોને કારણે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓનો સમય બગડયો હતો. યુનિ. પરીક્ષા વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યા બાદ વિદીત સેમે.-૩ના પ્રશ્ન પેપર સામે વધુ સમય આપવામાં આવ્યો હોવાની ફરિયાદ બહાર આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિ.માં લાંબા સમયથી પરીક્ષા નિયામકની જગ્યા ખાલી રહી છે. ઇન્ચાર્જ પરીક્ષા નિયામકથી કામગીરી ચલાવવામાં આવે છે. પરીક્ષાના પ્રશ્ન પેપરો દરેક કોલેજાને ઓનલાઇન ક્્યુ.પી.ડી.એસ. સિસ્ટમથી મોકલવામાં આવે છે. ગઇકાલની પરીક્ષામાં થયેલી ભુલ અંગે આજરોજ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બીએ સેમે.-૩ની પરીક્ષામાં ગ્રામીણ વિકાસના પ્રશ્ન પેપરને બદલે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને સેમેસ્ટર-૨ની પરીક્ષાનું પેપર આપવામાં આવ્યું હતું.

એજ રીતે આજે પણ ભારતીય સમાજ સુધારકોનું પ્રશ્ન પેપર પણ સેમેસ્ટર-૩ને બદલે સેમેસ્ટર-૨નું આપવામાં આવતા અનેક પરીક્ષાર્થીઓ અકળાયા હતા. આ મુદ્દે એન.એસ.યુ.આઇ.ના અગ્રણી રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગઇ કાલે દામનગરની કોલેજના પરીક્ષાર્થીઓએ યુનિ.ના છબરડા અંગે જાણ કરી હતી. આ પ્રકારની ભુલ આજે પણ ફરીને રીપીટ થઇ છે. યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા આ પ્રકારના છબરડા અવાર નવાર થતાં હોવાથી યુનિ.ની છાપ ખરડાય છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે.

ઓનલાઇન પ્રશ્ન પેપર મોકલવામાં પણ છબરડાની ગંભીર ભુલ અંગે ત્વરીત પગલાં યુનિ.એ લેવા જાઈએ. કાર્યકારી પરીક્ષા નિયામકે પણ આ વિગતને સમર્થન આપી ગઇ કાલે સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન ૪૫ કોલેજામાં સેમેસ્ટર-૩ને બદલે સેમેસ્ટર-૨નું પેપર ભુલથી મોકલાયું હોવાનું જણાવ્યું હતું. અલબત આજે આ પ્રકારની ભુલ થયાનું નકારી કાઢ્યું હતું.